ડહાપણ ઊંઘવા દેતું નથી
આંખ પર તોળાતું ભારણ ઊંઘવા દેતું નથી.જાગતા રહેવાનું ડહાપણ ઊંઘવા દેતું નથી. હાંફ લઈને ,થાક લઈને હું સતત દોડ્યા કરું,આંખમાં ઊગેલું એક રણ ઊંઘવા દેતું નથી. ભૂખની માફક સતત ખખડયા કરે છે રાતભર,ઝૂંપડીને ખાલી વાસણ ઊંઘવા દેતું નથી. યુદ્ધ પૂરું થઈ ચૂક્યું છે શસ્ત્રો પણ સૂતાં જ છે!પણ હજુ અંદરનું ‘હણહણ’ ઊંઘવા દેતું નથી. જીવ … Read more