ગઝલ ~ જયેન્દ્ર શેખડીવાળા

ભોમિયા ભોંઠા પડે એવું કરો,આંસુની સરહદ જડે એવું કરો. સૂર્યને મૂકી ચરણના તાળવે,જળ ઉપર પગલાં પડે એવું કરો, જળની ભાષામાં કિરણજે ઓચરે,વાંચતાં એ આવડે એવું કરો. ભીંત પર ચિતરી ફૂલો ભીનાશનાંઅશ્રુછાયા સાંપડે એવું કરો. આ ગઝલ ઊતરીને ઊંડે કાનમાંશિલ્પ આંસુનાં ઘડે એવું કરો. ~ જયેન્દ્ર શેખડીવાળા

મને નીંદર નથી આવી – અરવિંદ ભટ્ટ

ફર્યું તારીખનું પાનું મને નીંદર નથી આવી, પછી પડખું ફર્યો છાનું મને નીંદર નથી આવી. પણે ફૂટપાથ પર સૂતેલ માણસને જગાડી કહું, લઈ મલમલનું બિછાનું મને નીંદર નથી આવી ! હું જેને સ્વપ્નમાં જોતો એ આવી ખુદ જગાડે તો, કર્યું સુવાનું મેં બ્હાનું મને નીંદર નથી આવી. મીચેલી આંખને જોઈને સમજો કે સૂતો છુ, હું … Read more

એકલા છીએ તો… રમેશ પારેખ

કોઈ કહે ન – ઊઠ, કે કોઈ કહે ન – બેસ ! મનને કહું કે એકલા છીએ તો શાનો કલેશ ? તું કાયમી વિદાય લઈ જાય છે ? તો, જા ! રસ્તામાં વાગે ના તને સ્મરણોની કોઈ ઠેસ પંખીને કોઈ હોય ના સરહદનાં બંધનો એને પડે પસંદ જગ્યા જે – એ એનો દેશ ! મારી … Read more

પ્રેમ – રૂદ્રદત્ત રાણા

ઓટ આવે તો અકળાય નહીં એ સાગર છે કદી છલકાય નહીં પ્રેમ પણ સાલો ઝાંઝર જેવો છે છાનું કે છપનું કંઈ થાય નહીં. એ જ તો છે સાચી લગન કે મંઝીલની સાવ સામે હોય ને દેખાય નહીં. નક્કી મન દુઃખ છે મોત ના મનમાં દ્વાર ખુલ્લાં હોય ને ડોકાય નહીં ! અનરાધાર વચ્ચે મેઘ પણ … Read more

હું પણ બોલું તું પણ બોલ – રશીદ મીર

સાવ અજાણી ભાષા જેવું હું પણ બોલું તું પણ બોલ, ભેદ ભરમના તાણાવાણા હું પણ ખોલું તું પણ ખોલ. ક્યાંક નહીં અચેતન જેવુ વીસરાતાં ચાલ્યાં ઓસાણ, ઢોલ બજે અનહદના ભીતર હું પણ ડોલું તું પણ ડોલ. પ્રીત પછીનો પહેલો અવસર ઘેનભરી પાંપણ પર બેઠું આજ સખી મોંહેં ઘુંઘટ કે પટ હું પણ ખોલું તું પણ … Read more

error: Content is protected !!