ધોધમાર વરસો તો કેવું?
હળવેથી રોજ તમે વરસ્યા કરો છો હવે ધોધમાર વરસો તો કેવું ? બારી ઉઘાડીએ તો આવે અજવાળું હવે, બારણું ઉઘાડો તો કેવું ? ભીના અજવાળાને ઓરડામાં રાખીએ તો વરસે તે સમણાના ઝાંપે, ખૂણામાં સંતાડો અંધારું ચોમાસે, તો જાગેલા દીવાથી કાંપે. દીવાની ઘટનાને જન્મોથી પ્રગટાવો- હવે ખુદ તમે પ્રગટો તો કેવું ? બારી ઉઘાડીએ તો … Read more
મંદિર તારું વિશ્વ રૂપાળું
મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સરજનહારા રે; પળપળ તારાં દર્શન થાયે, દેખે દેખણહારા રે. નહિ પૂજારી નહિ કોઈ દેવા, નહિ મંદિરને તાળાં રે; નીલ ગગનમાં મહિમા ગાતા, ચાંદો સૂરજ તારા રે. વર્ણન કરતાં શોભા તારી, થાક્યા કવિગણ ધીરા રે; મંદિરમાં તું ક્યાં છુપાયો, શોધે બાલ અધીરા રે. કવિ જયંતિલાલ આચાર્ય ‘ પુંડરીક’ … Read more
અધરાતે મધરાતે દ્વારકાના મહેલ મહીં – હરીન્દ્ર દવે
અધરાતે મધરાતે દ્વારકાના મહેલ મહીં,રાધાનું નામ યાદ આવ્યું,રુક્મિણીની સોડ તજી ચાલ્યા માધવબંધ દરવાજે ભાન ફરી આવ્યું. દ્વારકાના દરિયાનો ખારો ઘૂઘવાટદૂર યમુનાના નીરને વલોવેસ્મરણોનું ગોરસ છલકાય અને માધવનીઆજને અતીતમાં પરોવે. કેદ આ અજાણી દિવાલોમાં, જાણીતીકુંજગલી કેમ કરી જાવું ? રાધાના નેણની ઉદાસીના કેફ તણીભરતી આ ગોકુળથી આવેમહેલની સૌ ભોગળને પાર કરી માધવનાસૂનમૂન હૈયાને અકળાવે ભીતર સમરાંગણમાં … Read more
મારે આંખે કંકુના સૂરજ આથમ્યા
મારે આંખે કંકુના સૂરજ આથમ્યા… મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ ! મારે આંખે કંકુના સૂરજ આથમ્યા… પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા, ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ, રે હણહણતી મેં સાંભળી સુવાસ ! મારે આંખે કંકુના સૂરજ આથમ્યા… મને રોકે પંછાયો એક ચોકમાં, અડધા બોલે ઝાલ્યો, અડધો ઝાંઝરેથી … Read more