ચાહતનો કોઈ પાર નથી.

સમસ્ત લોકનાં અંગતનો કોઈ પાર નથી ને એકમેકની દહેશતનો કોઈ પાર નથી ! તને હું ચાહું તે ચાહતનો કોઈ પાર નથી તું સ્વપ્ન છે ને હકીકતનો કોઈ પાર નથી ! ન કોઈ યત્ર બતાવી શકે નિહાળીને નહીં તો મારી શરાફતનો કોઈ પાર નથી ! કશું સમાન છે મારા અને તમારામાં ને એ સિવાય તફાવતનો કોઈ … Read more

તારી યાદની મોસમ રડી છે !

ક્યાંક ઝરણાંની ઉદાસી પથ્થરો વચ્ચે પડી છે, ક્યાંક તારી યાદની મોસમ રડી છે ! દોસ્ત,મૃગજળની કથા વચ્ચે તમે છો, આ જુઓ અહીંયાં તરસ,ત્યાં વાદળી ઊંચે ચડી છે ! પંખીઓના ગીત જેવી એક ઇચ્છા ટળવળે છે, ઓ હૃદય ! બોલો કે આ કેવી ઘડી છે ! આવ, મારા રેશમી દિવસોના કારણ, જિંદગી જેને કહે છે એ … Read more

કોણ ધીમા અવાજે બોલે છે ?

કોણ ધીમા અવાજે બોલે છે ? કોણ આ રાતને ડ્હોળે છે ? એ તરફનો નથી પવન,તો પછી; તું એ બારી શું કામ ખોલે છે ! ખળભળી જાય કેટલાં વિશ્વો; ત્યારે તરણું જરાક કોળે છે ! એ રીતે ફરફરે છે, ડાળ ઉપર; પર્ણ : જાણે હવાને તોળે છે ! કોઈ માથે ચડાવે છે જળને; કોઈ પાણીમાં … Read more

શ્યામ રંગ સમીપે ન જવું , મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું

શ્યામ રંગ સમીપે ન જવું , મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું   જેમાં કાળાશ તે તો સૌ એકસરખું, સર્વમાં કપટ હશે આવું કસ્તુરી કેરી બિંદી તો કરું નહીં, કાજલ ના આંખમાં અંજાવું મારે0   કોકિલા શબ્દ હું સૂણું નહિ  કાને, કાગવાણી શકુનમાં ન લાવું નીલાંબર  કાળી કંચુકી ન પહેરું, જમાનાનાં નીરમાં ન … Read more

હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને – કવિ પ્રીતમ

કવિ પ્રીતમ હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને; પ્રથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને   સુત વિત્ત  દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જોને; સિંધુ મધ્યે મોટી લેવાં માંહી પડ્યા મરજીવા જોને   મરણ આગમે તે ભરે મુઠ્ઠી,  દિલની દુગ્ધા વામે જોને , તીરે ઊભો જુએ તમાશો,  તો કોડી નવ … Read more

error: Content is protected !!