બસ, ફરવા આવ્યો છું

હું તો બસ ફરવા આવ્યો છું ! હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું ? અહીં પથ પર શી મધુર હવા ને ચ્હેરા ચમકે નવા નવા ! -રે ચહું ન પાછો ઘેર જવા ! હું ડગ સાત સુખે ભરવા અહીં સ્વપ્ન મહીં સરવા આવ્યો છું ! જાદુ એવો જાય જડી કે ચાહી … Read more

શક્ય છે કે દ્વાર ઊઘડે તરત

પ્રથમ તો નીવડે નહીં ઉપાય કોઈ કારગત, પછી કદાચ શક્ય છે કે દ્વાર ઊઘડે તરત. અસંખ્ય કલ્પનો અહીં તહીં બધે ખરી પડ્યાં, પરંતુ તારી જેમ કોઈએ કરી ન માવજત. તને જ ચાહવા સહેજ દ્વૈત રાખવું રહ્યું, હું અન્યથા તને અલગ જરાય ના કરી શકત. રચાય પણ, વિલાય પણ, કદીક વ્યક્ત થાય છે; ગઝલની આવ-જા યુગોથી … Read more

કાન એ કોઈની થૂકદાની નથી

ના ગમે તો વાત સાંભળવી નથીકાન એ કોઈની થૂકદાની નથી અણગમો આવે તો તોડી નાખીએશબ્દ કંઈ જાત ઈન્સાની નથી બસ નથી ગમતું અને પીતો નથીઆ કોઈ મારી મુસલમાની નથી પેટ ફૂટે તોય ના ભાગી છૂટેએટલો આ જીવ અજ્ઞાની નથી સ્પર્શની એકેય નિશાની નથીઆ ત્વચામાં એવી નાદાની નથી – ભરત વિંઝુડા  

કૃષ્ણ તણી ફૂંક થઇ ગાતો પવન

વાંસના વનમાં થઇ વાતો પવન, કૃષ્ણ તણી ફૂંક થઇ ગાતો પવન. તું મને સ્પર્શી ગઈ એવી રીતે, ભ્રમ થયો એવો અરે ! આ તો પવન. શ્વાસ તો તૂટી રહ્યાં છે ક્યારનાં, ગ્રીષ્મ સાંજે ઠોકરો ખાતો પવન. કોઇનાં છૂટી ગયાં છે પ્રાણ શું, કેમ આ કંઇ વેળથી વાતો પવન. – ભગવતીકુમાર શર્મા

અક્ષતયૌવનનું ગીત – વિરુ પુરોહિત

કોણ જાણે ક્યાં યોગમાં આવા ફૂલ ખીલ્યા છે સૈ ? દિવસે ફરું બ્હાવરી, મને રાતમાં નીંદર નૈ !   આજ થંભાવી વાટમાં મને કહયું નગરશેઠે : થાય મને, હું આજથી આવતો જાઉં તમારી વેઠે  કોઈ કહે : ના નીકળો દેવી ! આટલા ઠાઠમ ઠાઠે, અમથુંય આખું ગામ તમારું નામ રટે છે પાઠે !   ફાળ … Read more

error: Content is protected !!