લાખ ટુકડા કાચના – હેમેન શાહ
એટલા તો ક્યાં છે દુષ્કર લાખ ટુકડા કાચના?એક સપનું : એક પથ્થર : લાખ ટુકડા કાચના. સ્હેજ ભીનું શ્યામ અંબર, લાખ ટુકડા કાચના;ઘાસમાં વેરાય આખર, લાખ ટુકડા કાચના. ધૂળિયો રસ્તો, ખભા પર શેરડી ની ગાંસડી,ડૂબતો સૂરજ, ત્વચા પર લાખ ટુકડા કાચના. છે ઘણો નાનો તફાવત, માત્ર દ્રષ્ટિકોણનો;રત્નના ઢગલા બરાબર લાખ ટુકડા કાચના. રાહ તારી જોઉં … Read more