તારા સ્મરણનો સૂર્ય સતાવે છે – હરીન્દ્ર દવે
તારા સ્મરણનો સૂર્ય સતાવે છે, શું કરું?મધરાતે મારા આભમાં આવે છે, શું કરું? તારા વિરહમાં ભાવિ મિલનની ક્ષણો તરે,ચિત્રો ઘણાં ઘણાં એ જગાવે છે, શું કરું? ક્યારેક ભીંજવી જશે દરિયાની આ લહર,આજે તો રણ બનીને તપાવે છે, શું કરું? આશ્લેષ કલ્પનામાં છે, કહે તો ઉઘાડું આંખ,હૈયામાં ભરતી હેતની આવે છે, શું કરું? હરીન્દ્ર દવે