અવાજ ને… લાભશંકર ઠાકર
અવાજને ખોદી શકાતો નથી ને ઊંચકી શકાતું નથી મૌન. હે વિપ્લવખોર મિત્રો !આપણી રઝળતી ખોપરીઓને આપણે દાટી શકતા નથી અને આપણી ભૂખરી ચિંતાઓનેઆપણે સાંધી શકતા નથી. તો સફેદ હંસ જેવાં આપણાં સપનાંઓનેતરતાં મૂકવા માટે ક્યાં સુધી કાલાવાલા કરીશું આ ઊષરભૂમિની કાંટાળી વાડને ?આપણી આંખોની ઝાંખાશનો લાભ લઈ વૃક્ષોએ ઊડવા માંડ્યું છે તે ખરુંપણ એય શું સાચું નથી કે આંખો આપીને આપણને છેતરવામાં આવ્યા છે ?વાગીશ્વરીના નેત્રસરોવરમાંથી ખોબોક પાણી પી ફરી … Read more