ભગવાનનો ભાગ…
નાનપણમાં બોરાં વીણવા જતા. કાતરા પણ વીણતા. કો’કની વાડીમાં ઘૂસી ચીભડાં ચોરતા. ટેટા પાડતા. બધા ભાઇબંધોપોતાનાં ખિસ્સામાંથી ઢગલી કરતા ને ભાગ પાડતા- -આ ભાગ ટીંકુનો. -આ ભાગ દીપુનો. -આ ભાગ ભનિયાનો, કનિયાનો… છેવટે એક વધારાની ઢગલી કરી કહેતા- ‘આ ભાગ ભગવાનનો !’ સૌ પોતપોતાની ઢગલી ખિસ્સામાં ભરતા, ને ભગવાનની ઢગલી ત્યાં જ મૂકી રમવા દોડી … Read more