રમેશ પારેખ

છેવટે પત્ર લખું છું તને…મારે તને એ જ લખવું છેકે મને પત્ર લખ,જલદી લખ, પ્રિય ! તારા ફળિયાનો જૂઈમંડપહવે કેવોક છે ? એવો ને એવો, ઘાટો ને સુગંધી ? જૂઈમંડપ નીચેપહેલીવાર તારી હાથ પર્સવાર્યો’તોએ જૂઈનો સ્પર્શ લખજે મને. તરણેતરનો મેળો યાદ છે ?તને તંબૂની પાછળ ખેંચી જઈમેં કરેલું ચુંબન, પરાણેતે ચુંબનની કંપ લખજે. હજુ ય … Read more

રમેશ પારેખ – હરી પર અમથું અમથું હેત

વિનોદ માણેક, ‘ચાતક’

હરી પર અમથું અમથું હેત, હું અંગુઠા જેવડી ને મારી વ્હાલપ બબ્બે વેંત. અમથી અમથી પૂજા કરું ને અમથા રાખુ વ્રત, અમથી અમથી મંગળ ગાઉં, લખુ અમસ્તો ખત; અંગે અંગે અમથી અમથી અગત લપેટો લેપ, હરી પર અમથું અમથું હેત. ‘અમથું અમથું બધુ થતું તે તને ગમે કે નઈં?’ એમ હરીએ પૂછ્યું ત્યારે બહુ વિમાસણ … Read more

……….તને વરસાદ ભીંજવે – રમેશ પારેખ

આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઉગ્યું રે વરસાદ ભીંજવે અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે દરિયા ઉભા ફાટ્યા રે વરસાદ ભીંજવે ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા … Read more

આપણ એકબીજાને ગમીએ

એવું કૈં કરીએ કે આપણ એકબીજાને ગમીએ ! હાથ હાથમાં આપી, સાથે હૈયું પણ સેરવીએ, ભૂલચૂકને ભાતીગળ રંગોળીમાં ફેરવીએ ! શા માટે રઢિયાળી રાતે એકલ એકલ ભમીએ ? દાઝ ચડે એવી કે આપણ એ બ્હાને પણ મળીએ ગોફણમાં ચાંદો ઘાલી હું ફેકું તારે ફળીયે સામેસામી તાલી દઈદઈ રસબસ રાસે રમીએ ! – રમેશ પારેખ

error: Content is protected !!