વરસાદ
વરસાદડો તો પહેલુકથી છે સાવ વાયડો છાંટે છાંટે એ મુંને દબડાવે જાણે હું બૈરું ને ઈ મારો ભાયડો ! ચામડીને ચાવળાં અડપલાં કરીને મુંને મારે વીજળીઓના ઝાટકા છાંટાથી છાતી ઉઝરડીને મહીં મૂવો ભભરાવે મીઠાના વાટકા ! લોહીનું ટીપું ટીપું સૈડ – સૈડ સસડે ને મળે નહીં ચપટીયે છાંયડો … . વાદળની ડેલીએ ચાકરી કરે છે … Read more