અમથો અમથો ખુશ થાઉં છું – મનોજ ખંડેરિયા

મેદાનો હરિયાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છુંલીલાંછમ અજવાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છું આંખોમાં વૈશાખી સૂકું શ્હેર લઈને રખડું ત્યારેરસ્તા પર ગરમાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું અજમેરી પીળા બોર સમા આછું મીઠું મ્હેંક્યા કરતાઆ દિવસો તડકાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું રોજ જતા ને રોજ જશે પણ આજ અચાનક સાંજ … Read more

મનોજ ખંડેરિયા – ખુદને ગાલિબ ગણે તો ગણવા દે

એ વિરહને ખણે તો ખણવા દે, રાતે તારા ગણે તો ગણવા દે… પ્રશ્ન એનો છે કે પચશે તે, કાગ મોતી ચણે તો ચણવા દે… તારી ‘ના’ છો દબાઈ જાતી, એ, હા મહીં હા, ભણે તો ભણવા દે… ચાડિયો થઈને પોતે ખેતરનો, મોલ લીલો લણ તો લણવા દે… એમ થોડા કબીર થાવાના, તેઓ ચાદર વણે તો … Read more

વગર ગુનાની સજા મળી છે. – મનોજ ખંડેરિયા

જરાય દોસ્તો ખબર નથી કે અમોને શાની સજા મળી છે, કશું જ તહોમત નથી જ માથે, વગર ગુનાની સજા મળી છે. વિનમ્ર થઈને કદાપિ એકે કરી ન ફરિયાદ જિંદગીમાં, રહી રહી ને ખબર પડી કે ન બોલવાની સજા મળી છે. ઘણીય વેળા ઊભા રહ્યા તો અશક્ત માની હટાવી દીધા, ઘણીય વેળા સમયથી આગળ વધુ થવાની … Read more

કોઈ કહેતું નથી. . .

લાલઘૂમ તાપમાં મ્હોરતો, મસ્તીનો તોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી આ નગરની વચોવચ હતો એક ગુલમ્હોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી પૂછું છું બારને – બારીને – ભીંતને – લાલ નળિયાં – છજાં – ને વળી ગોખને રાત દિ’ ટોડલે બેસીને ગ્હેકતો મોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી કૈં જ ખૂટ્યું નથી, … Read more

વરસોનાં વરસ લાગે – મનોજ ખંડેરિયા

ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે, બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે. કહો તો આ બધાં પ્રતિબિંબ હું હમણાં જ ભૂંસી દઉં, અરીસો ફોડવા બેસું તો વરસોનાં વરસ લાગે. મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા, ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે. -મનોજ ખંડેરિયા

error: Content is protected !!