વાત – મગનભાઈ દેસાઇ ‘કોલક’
થોડીશી વાત છે કહેવી, વેરણ વીજળી જેવી. રહી ગઈ વાત રે કહેવી પ્રભાતના તારલા જેવી. મારે એની વાત છે કહેવી બુઝાતા દીવડા જેવી. રહી વાત શોચવી એવી કિનારે ડૂબવા જેવી. કહી દઉં વાતડી એવી, નથી કંઇ સુણવા જેવી. હશે મજા મોતની એવી, ડૂબી ગયા ગીતના જેવી.