હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ

હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદએવું કાંઈ નહીં !હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મઘમઘતો સાદ,એવું કાંઈ નહીં ! સાવ કોરુંકટાક આભ, કોરોકટાક મોભ, કોરાંકટાક બધાં નળિયાં,સાવ કોરી અગાસી અને તે ય બારમાસી, હવે જળમાં ગણોતો ઝળઝળિયાં !ઝીણી ઝરમરનું ઝાડ, પછી ઊજળો ઉઘાડ પછી ફરફરતી યાદ,એવું કાંઈ નહીં !હવે પહેલો વરસાદ … Read more

સંભારજે મને

અંગત ક્ષણોની મ્હેંકમાં સંભારજે મનેકોઇ અજાણ્યા પુષ્પરૂપે ધારજે મને હોઇશ કઈ દશામાં – મને પણ ખબર નથીઆવું જો તારે દ્વાર તો સત્કારજે મને ઝળહળતો થઈ જઇશ પછી હું ક્ષણાર્ધમાંતારી નજરના સ્પર્શથી શણગારજે મને ભીની ભીની વિદાયનો કોઈ વસવસો નથીઆંસુ બનાવી આંખથી તું સારજે મને સુનકાર ચારે કોરથી ભીંસી વળે તનેટહુકાની જેમ ત્યારે તું પોકારજે મને … Read more

શેર વૈભવ

આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ? ઈચ્છાને હાથ-પગ છે, એ વાત આજે જાણી ચિનુ મોદી ‘ઈર્શાદ’ ભીંતને લીધે જ આ પાડોશી જેવું હોય છે,એક સમજૂતીસભર ખામોશી જેવું હોય છે. મુકુલ ચોક્સી બારણે જો દે ટકોરા તો હું ભેટીને મળુંમળતું બિલ્લિપગ, મરણની એ જ તો તકલીફ છે પ્રણવ પંડ્યા આ અમસ્તી તને આશ્લેષમાં નથી લીધી,જન્મજન્માંતરો … Read more

મોત નાજુક બહાને આવે છે

એ બહુ છાનેમાને આવે છે;મોત નાજુક બહાને આવે છે. ક્યાં મને એકલાને આવે છે ?સુખ અને દુઃખ બધાંને આવે છે. કેમ ચાલ્યા ગયા જનારાઓ?આવનારાઓ શાને આવે છે ? ઓળખી લ્યો સમયના પગરવને;એ જમાને જમાને આવે છે. આમ તો આખી ડાયરી કોરી;નામ તુજ પાને પાને આવે છે. અશ્રુતોરણ ને સ્મિતની રંગોળી;ઉત્સવો કેવા સ્થાને આવે છે ! … Read more

ભગવતીકુમાર શર્મા

અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે;ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે! ત્રણ અક્ષરના આકાશે આ બે અક્ષરની વીજ,બે અક્ષરનો મોર છેડતો સાત અક્ષરની ચીજ. ચાર અક્ષરની ઝરમર ઝીલતાં રૂંવાડાં સમસમે,ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે! ચાર અક્ષરના મેઘમાં છ્લબલ આપણાં ફળિયાં;આંખમાં આવ્યાં પાંચ અક્ષરનાં ગળાબૂડ ઝળઝળિયાં! ત્રણ અક્ષરનું કાળજું કહો ને, ઘાવ … Read more

error: Content is protected !!