બેઠા – ભગવતીકુમાર શર્મા
ઉંબરો છોડી દ્વારમાં બેઠા;મૃત્યુના ઈન્તેજારમાં બેઠા. સાંજે બેઠા, સવારમાં બેઠા,માત્ર તારા વિચારમાં બેઠા. તોય અકબંધ મારી એકલતા,જઈ ભલેને હજારમાં બેઠા જગમાં આવ્યા તો એમ લાગ્યું કેજાણે એક, કારાગારમાં બેઠા ! જેને મળવું હશે મળી લેશે,આ અમે તો બજારમાં બેઠા ! સાદ પડશે અને ઊઠી જઈશું,ક્ષણની પણ આરપારમાં બેઠા. એક આછા ઉજાશની આશાલઇ અમે અંધકારમાં બેઠા. … Read more