અલીડોસો – બ્રેન્યાઝ ધ્રોલવી
જીવતર કંડીલને સળગાવે અલીડોસો, આંસુ ભીની રાતને છલકાવે અલીડોસો. જીવની ડાળી મરિયમ ખીલી કડી માફક, આજ મધમધતુ નગર ટહુકાવે અલીડોસો. પોસ્ટ ઑફિસની રગેરગ છાયા ધબકતી’તી, સૂર્ય માફક રોજ આવે જાવે અલીડોસો. લયો,કડડડડ ભૂસ દૃશ્યો તૂટે અરીસામાં, એક ચહેરો ઉમ્રભર તરડાવે અલીડોસો. પોસ્ટના જૂના મકાને તનહાઈમાં બેસે, પોસ્ટનાં દ્વારો સતત ખખડાવે અલીડોસો. દિલનું જે આકાશ છાનું … Read more