અરીસા બહારના પ્રશ્નો – જુગલ દરજી
ન તો ચહેરા વિશે કે ના કોઈ શૃંગારના પ્રશ્નો,અરીસો પૂછશે તમને અરીસા બહારના પ્રશ્નો. તમે સંબંધના છેડે મૂક્યા તકરારના પ્રશ્નો,અને મેં સાચવી રાખ્યા છે પહેલીવારના પ્રશ્નો. વધુ શ્રદ્ધા જ કાળી રાતનું કારણ બની ગઈ છે,અમે દીવા ઉપર છોડ્યા હતા અંધારના પ્રશ્નો કર્યું છે સૃષ્ટિનું સર્જન નિરાકારી કોઈ તત્વેપ્રથમ તો એને પણ ઉઠ્યા હશે આકારના પ્રશ્નો. … Read more