શેર વૈભવ

આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ? ઈચ્છાને હાથ-પગ છે, એ વાત આજે જાણી ચિનુ મોદી ‘ઈર્શાદ’ ભીંતને લીધે જ આ પાડોશી જેવું હોય છે,એક સમજૂતીસભર ખામોશી જેવું હોય છે. મુકુલ ચોક્સી બારણે જો દે ટકોરા તો હું ભેટીને મળુંમળતું બિલ્લિપગ, મરણની એ જ તો તકલીફ છે પ્રણવ પંડ્યા આ અમસ્તી તને આશ્લેષમાં નથી લીધી,જન્મજન્માંતરો … Read more

બારી ઉઘાડ દોસ્ત – ગૌરાંગ ઠાકર

અજવાસ ઘરમાં આવશે, બારી ઉઘાડ દોસ્ત, અંધાર ઓગળી જશે, બારી ઉઘાડ દોસ્ત. આપી જશે હવા  તને ખુદની વિશાળતા ફૂલોની મહેંક આપશે,  બારી ઉઘાડ દોસ્ત તારામાં  શોધશે પછી  વૃક્ષો વસંતને, બસ  શર્ત એટલી હશે, બારી ઉઘાડ દોસ્ત વરસાદ, મેઘધનુષ ને વાદળ, હવા, સૂરજ, બોલાવતાં તને કશે, બારી ઉઘાડ દોસ્ત. કેડીથી  ધોરી માર્ગની તું થઈ જશે સડક … Read more

તું હવે વરસાદ રોકે તો હું સળગાવું ચૂલો…

એક તો તારો મને પર્યાય દેખાતો નથી, ને ઉપરથી તું સરળતાથી અહીં મળતો નથી. તું હવે વરસાદ રોકે તો હું સળગાવું ચૂલો, રોટલો આ છત વગરના ઘરમાં શેકાતો નથી. ફૂંક મારી તું હવાને આટલી દોડાવ ના, ધૂળ છે કે મ્હેક એનો ભેદ પરખાતો નથી. એક માણસ ક્યારનો આંસુ લૂછે છે બાંયથી, આપણાથી તોય ત્યાં રૂમાલ … Read more

બારણું પાછુ ઝાડ થાય નહીં?

જે ગમે તે બધું કરાય નહીં, ઢાળ પર જળનું ઘર ચણાય નહીં. આંગણે આવી ચકલી પૂછે છે, બારણું પાછુ ઝાડ થાય નહીં? એ જ દુર્ભાગ્ય સૌથી મોટું છે, કોઈના પણ કદી થવાય નહીં. દોસ્ત,વિસ્મય વિષય તો અઘરો છે, કોઈ બાળક વગર ભણાય નહીં સાંજ પડતા તો સાવ ખાલી થાઉ, ઘેર પડછાયો પણ લવાય નહીં. મા … Read more

જળનો જળમાં અભિનય થોડો છે,

જળનો જળમાં અભિનય થોડો છે, પણ બરફને પરિચય થોડો છે ? એ જો આવે તો પછી જાય નહીં, દોસ્ત, ખાલીપો સમય થોડો છે ? કેમ હાંફે છે ? તું તો માળી છે, પાનખર છે આ, પ્રલય થોડો છે ? તમને કઈ રીતે પ્રણય સમજાવું ? શાસ્ત્રનો કોઈ વિષય થોડો છે ? હું કરું ને કહું … Read more

error: Content is protected !!