રોજ સાંજે પંખીઓના મોરચા મંડાય છે – ઉદયન ઠક્કર

રોજ સાંજે પંખીઓના મોરચા મંડાય છે વૃક્ષની માલિકી બાબત માગણીઓ થાય છે એક સૂકા પાનની રેખામાં ઠેબાં ખાય છે એ પવન બ્રહ્માંડભરનો ભોમિયો કહેવાય છે? અસ્તરેખા જોઈને સૂરજની, કૂકડાએ કહ્યું, ‘આપના પ્રારબ્ધમાં બહુ ચડઊતર દેખાય છે’ બાલદી, શીશી, તપેલી, પ્યાલું, ડબ્બો, ટોપિયું ફૂલ જ્યાં બોળે ચરણ ત્યાં ફૂલદાની થાય છે ક્યાંક તો જાતો હશે, એમ … Read more

કાચબાના પ્રથમ ઉચ્ચાર જેવી વાત છે – ઉદયન ઠક્કર

બોલવું તો બોલવું પણ શી રીતે? કોઈ સાક્ષાત્કાર જેવી વાત છે રાજહંસો સાથ ઊડતા કાચબાના પ્રથમ ઉચ્ચાર જેવી વાત છે દ્રાક્ષને પોતે લચી પડવું હતું, એટલામાં લોમડી ચાલી ગઈ દ્રાક્ષ ખાટી નીકળી કે લોમડી? જે ગમે તે ધાર, જેવી વાત છે એક દિવસ શેરડીના ખેતરે, કોઈ જાણીતા કવિ પેસી ગયા ‘ના, હું તો ગાઈશ,’ બોલ્યા, … Read more

કાનમાં કહ્યું પુરાણી છત્રીએ…

ભીંજાવામાં નડતર જેવું લાગે છે : શરીર સુદ્ધાં, બખ્તર જેવું લાગે છે. મને કાનમાં કહ્યું પુરાણી છત્રીએ, ”ઊઘડી જઈએ : અવસર જેવું લાગે છે…” ઉદયન ઠક્કર

error: Content is protected !!