આ સાંજ – રમણીક સોમેશ્વર
આ સાંજ કશું કારણ લઈને ક્યાં આવે, દીવાની શગ વચ્ચે રહી કેવાં તોફાન મચાવે. આ સાંજ કશું કારણ લઈને ક્યાં આવે. ખુલ્લી હોય અગાશી, ઠંડી લ્હેર હવાની સ્પર્શે, સાંજ બધા સ્પર્શો વિખેરી પીંછા જેવું ખરશે. તીણો સ્વર પંખીનો ભટકી ભટકી કેમ સતાવે. આ સાંજ કશું કારણ લઈને ક્યાં આવે. કાચી લીંબોળીની સાથે સમય બહાવરો ટપકે, … Read more