છેલ્લું દર્શન – રા. વિ. પાઠક ‘શેષ’

(પૃથ્વી) ધમાલ ન કરો, – જરાય નહિ નેણ ભીનાં થશો,-ઘડી બ ઘડી જે મળી – નયનવારિ થંભો જરા,-કૃતાર્થ થઇ લો, ફરી નહિ મળે જ સૌન્દર્ય આ,સદા જગત જે વડે હતું હસન્તું માંગલ્ય કો ! ધમાલ કરો, ધરો બધી સમૃદ્ધિ માંગલ્યની,ધરો અગરુ દીપ ચંદન ગુલાલ ને કુંકુમ;ધરો કુસુમ શ્રીફળો, ન ફરી જીવને આ થવોસુયોગ અણમૂલ સુંદર … Read more

તારા સ્મરણનો સૂર્ય સતાવે છે – હરીન્દ્ર દવે

તારા સ્મરણનો સૂર્ય સતાવે છે, શું કરું?મધરાતે મારા આભમાં આવે છે, શું કરું? તારા વિરહમાં ભાવિ મિલનની ક્ષણો તરે,ચિત્રો ઘણાં ઘણાં એ જગાવે છે, શું કરું? ક્યારેક ભીંજવી જશે દરિયાની આ લહર,આજે તો રણ બનીને તપાવે છે, શું કરું? આશ્લેષ કલ્પનામાં છે, કહે તો ઉઘાડું આંખ,હૈયામાં ભરતી હેતની આવે છે, શું કરું? હરીન્દ્ર દવે

સહી નથી – જલન માતરી

મજહબની એટલે તો ઈમારત બળી નથીશયતાન એ સ્વભાવે કોઈ આદમી નથી. તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,સારું થયું કે કોઈ મનુજે લખી નથી. ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબતનાં પોટલાં,મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી. કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી. શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?કુરઆનમાં … Read more

કેન્સરગ્રસ્ત પુત્રના પિતાની વેદના – યોગેશ પંડ્યા

યોગેશ પંડ્યા

ધીરે ધીરે મારે આંગણ ઊતરે છે અંધારાં,આ છાનાછપનાં કોના પગરવના છે ભેદી ભણકારા…ધીરે ધીરે મારે આંગણ… રોજરોજ મારા ફળીયેથી એકેક સૂરજ બુઝાતો,ફડફડ થતો દીવો જીવનો, એવો વાયરો વીંઝાતોરગરગ ઊભા જન્માંતરના જીવલેણ મૂંઝારા.. ધીમે ધીમે ઓરા આવી ઊભાછે કાળા પડછાયા,શ્વાસ ઊભા છે ચિઠ્ઠી લઈને આકળવિકળ થઇ રઘવાયા,કાળજ ઉપર તડફડ થાતા પીડાના છમકારા… અંધારા ઊતરિયાં છાનાં અજવાળાં … Read more

હોઈ શકે! – જિગર જોષી ‘પ્રેમ’

બને કે આપણી સમજણમાં ભેદ હોઈ શકે!તું જેને મુક્તિ ગણે છે એ કેદ હોઈ શકે! દિવસ રૂપાળો અને રાત કાળી ભમ્મર છે,શું પ્રકૃતિમાં વળી રંગભેદ હોઈ શકે? પ્રથમ એ માની લો કે આભ એક ચાદર છે,પછી સિતારા બધા એના છેદ હોઈ શકે! પલાંઠીવાળીને બેઠું છે તત્ત્વ જે – એનુંઆ સૃષ્ટિ કદાચિત નિવેદ હોઈ શકે! તમારું … Read more

error: Content is protected !!