આછી જાગી સવાર,

આછી જાગી સવાર, નિંદરની મધુ કુંજ થકી ને સ્વપ્નલોકની પાર. – આછી પારિજાતના શરણે ન્હાઈ કોમલ એની કાય, વ્યોમ આયને જેની છાઈ રંગ રંગની ઝાંય; ઑઢ્યો પાલવ સાગરજલનો છલછલ નીલનિતાર – આછી લહર લહર સમીરણની વાતી કેશ ગૂંથતી જાણે, અંબોડામાં શું મદમાતી અભ્ર-ફૂલને આણે; કે જેનો ઊડતાં પંખીન કલરવ માંહી બહાર – આછી ભુવનભુવનનાં ઉજ્જવળ … Read more

સાદ પાડું છું ક્યારનો હું કોને? હું કોને?

સાદ પાડું છું ક્યારનો હું કોને? હું કોને? જે નથી એને પૂછું છું : છો ને? તું છો ને? તું છો ને? સદીઓની સદીઓથી મેં એને પાડેલા સાદનો ખડકલો આ પર્વત સામે વહેરાઉં હું, તેનાં સાહેદ : એક હું, બીજી કાળની આ કરવત વહેરાતાં ઝીણી ઝીણી વહેર પડી એનું નામ રણ છે, ને રેતી છે, … Read more

હશે

કેટલા ખામોશ છે ? કારણ હશે; દૂઝતા હૈયે કોઈના વ્રણ હશે !   આંખ ઊંચી પણ નથી થાતી હવે, ઊંઘનું કે ઘેનનું કારણ હશે !   રંગ ચહેરા પર ફરી આવી ગયો, એક ક્ષણની એ ખુશી કારણ હશે!   એમ પાલવશે નહીં હારી ગયે, ઝેરનું પણ કઇંક તો મારણ હશે !   કેમ સાકી જામ … Read more

error: Content is protected !!