લુમ્બઝુમ્બ વાસન્તી વહાલ ગમે

લુમ્બઝુમ્બ વાસન્તી વહાલ ગમે,સુગન્ધની સલૂણી ટપાલ ગમે. આજકાલ ગુલાલ ગુલાલ ગમે,સવિશેષ તમારો ખયાલ ગમે. ફૂલનો વિપુલ બહુ ફાલ ગમે,વગડે છંટાતો રંગ લાલ ગમે. કેસૂડાએ ક સુંબલ ક્રાન્તિ કરી,ખાખરાનો મિજાજ જહાલ ગમે. પતંગિયાં,ટહુકાઓ, વનરાજિ ,વસંતનો પૂરો મુદ્દામાલ ગમે! ફૂલની સવારી પાલખીએ ચઢી,કેસૂડાની કેસરી મશાલ ગમે. ‘કોઈ અહીં આવ્યું -ગયું વરણાગી ?પવનને પૂછવો સવાલ ગમે. પર્ણે પર્ણે … Read more

સોંસરો વરસાદ વીંધે ને છતાં કોરાપણું

સોંસરો વરસાદ વીંધે ને છતાં કોરાપણું,શાહીની હેલી બધે ને જાતથી જુદાપણું;કાગદી હોડી ઉપર હોડી તરાવી શું કરું ?હુંપણાના ભારથી ડૂબી જશે હોવાપણું.  

જળનો જળમાં અભિનય થોડો છે,

જળનો જળમાં અભિનય થોડો છે, પણ બરફને પરિચય થોડો છે ? એ જો આવે તો પછી જાય નહીં, દોસ્ત, ખાલીપો સમય થોડો છે ? કેમ હાંફે છે ? તું તો માળી છે, પાનખર છે આ, પ્રલય થોડો છે ? તમને કઈ રીતે પ્રણય સમજાવું ? શાસ્ત્રનો કોઈ વિષય થોડો છે ? હું કરું ને કહું … Read more

ચાલને ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ – ઉમાશંકર જોશી

ચાલને ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ.લહરી ઢળકી જતી,વનવનોની કુસુમસૌરભે મત્ત છલકી જતી,દઈ નિમંત્રણ અમસ્તી જ મલકી જતી,સ્વૈર પથ એહનો ઝાલીએ,ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ,ચાલને ! વિરહસંત્રપ્ત ઉર પર સરે મિલનનોસ્પર્શ સુકુમાર, એવો ઝરે નભ થકી ચંદ્રનોકૌમુદીરસ અહો !અવનિના ગ્રીષ્મહૈયા પરે પ્રસરી કેવો રહ્યો !ચંદ્રશાળા ભરી ઊછળે,આંગણામાં ઢળે,પેલી કેડી પરે લલિત વનદેવીસેંથા સમો ઝગમગે,દૂર સરવર પટે મંદ જળના … Read more

error: Content is protected !!