મેં તો સફરમાં સંગાથ કીધો
મેં તો સફરમાં રંગ ઢોળી દીધો
મેં તો સફરમાં સંગાથ કીધો
એક સફર કીધી ભગતસિંહ સંગે
મા ભારતીના કદમોને ચૂમી
રંગ કેશરિયો અઢળક છલક્યો
ને છલકી ત્યાં સૌની ખુમારી
સુખદેવ, તિલક અને રાજગુરુ સંગ મેં તો
ભર ભર કેશરિયો પીધો
મેં તો સફરમાં સંગાથ કીધો
બીજી સફર મારી ગાંધી બાપુ સંગ
નોઆખલીમાં અટવાણી
એકમેકના રક્ત રેડતી આ મેદનીને
બાપુના બોલે અટકાવી
અહિંસાનો રંગ પ્રત્યક્ષ જોઈ
મેં તો તિરંગાને ચૂમી લીધો
મેં તો સફરમાં સંગાથ કીધો
ત્રીજી સફર મારી સહદેવ સંગે
જ્ઞાનનો મૂંઝારો મેં દીઠો
જાણે બધુયે તોય બોલી શકે ના
શરતને આધીન એતો
શું રે કરવું આવા જ્ઞાનના ભારણને
આંગળી પણ જો ના ચીંધો
મેં તો સફરમાં સંગાથ કીધો
ચોથી સફર મારી આતમ સંગે
આખરી શ્વાસ સુધી ચાલી
આખાયે જીવનનો સાર મારો વ્હાલમ
એના હૃદયમાં સમાણી
સાચા સગા તમે વ્હાલમ બતાવ્યો મને
મોક્ષનો મારગ સીધો
મેં તો સફરમાં સંગાથ કીધો
સરલા સુતરિયા
Download our new application for Hindi Poetry from this link
Wahh…sarlaben
Congratulations 🌹
Khub j Sundar
Sachi vat
Ekdam sahi