ઠરી ગયા શબ્દો
એક ભારેખમ હિમ
આંખ, કાન, નાક – બધા વાતે ઉતરે છે મનમાં.
સૂરજ કોઈ કાળી બિલાળી થઈ
ભરાઈ બેઠો છે
દાદરાની જરજરીત સીડી પાછળ.
પહેલે પગથિયે થઈ દીધો
ને દાદરો જમીનદોસ્ત !
ઊંચાઈની વાત વેરાઈ ગઈ વેરાનમાં…
આવે તો કોક એકલદોકલ થોર પર થરકતું કાંટાળું મૌન…
-થીજી ગયેલ શબ્દોમાં બરછટ પડઘા જેવુ મજબૂર છતાં મજબૂત !
- ચંદ્રકાંત શેઠ
(કવિ, વિવેચક, નિબંધકાર, વાર્તાકાર)
‘પવન રૂપેરી’, ‘ઊઘડતી દીવાલો’, ‘પડઘાની પેલે પાર’, કાવ્યસંગ્રહો
‘ધૂળમાંની પગલીઓ’ સંસ્મરણો માટે સાહિત્ય અડદમી ઍવોર્ડ
visit our new website about Golden Era Of India Cinema
Kya kahena mast