વ્હેતા પવનથી બારણું, ઊઘડી ગયું હશે !
શમણું કોઈ સવારમાં, સરકી ગયું હશે !
રોપી ગયો તો હું કદી; જે મારા હાથથી.
એ વૃક્ષ તારા આંગણે ઊગી ગયું હશે !
ઝાકળ થઇને ફૂલમાં, બેસી ગયું પછી.
એનું સ્મરણ સવારમાં, છલકી ગયું હશે !
બેસી રહ્યુંતું પાળની કોરે પતંગિયું.
સંભવ છે કોઈ ફૂલ ત્યાં ડૂબી ગયું હશે !
દરિયાની ભીની રેત તો, કોરી રહી ગઈ
ચાલ્યા વિના જ કોઈશું, ચાલી ગયું હશે !
કૈલાશ પંડિત