છે ઉદાસી ઊંટની ચારે તરફ,
રણ પછી બસ રણ મળે ચારે તરફ
ઊંઘના દીવા બળે ને એ પછી
સ્વપ્નની ભીંતો જડે ચારે તરફ
ભીંતની ઉપર લખેલું હોય છે
‘છે નથીની ભીંત છે ચારે તરફ’
આ નગરના લોકોને પૂછી જુઓ
કોણ ચાલ્યું જાય છે ચારે તરફ,
ઓ દિશાઓ, આવજો મારા ભણી
આભ ઊગી જાય છે ચારે તરફ.