મંદિર અંદર રાડ પડી છે,
ધર્મો કરતાં ધાડ પડી છે.
એક શબ્દમાં, બીજો ગુપચુપ
મારામાં બે ફાડ પડી છે.
ખુલ્લા ખેતર જેવું જીવન,
આખેઆખી વાડ પડી છે.
મારું જંગલ ખોવાયું છે,
એથી તો આ ત્રાડ પડી છે
લે, તારું સરનામું આપું
તું તો હાડોહાડ પડી છે.
દરિયામાં વહુવારુ જેવી,
નટખટ નદિયું પહાડ પડી છે
કેમ ગઝલને ભેંટું, બોલો !
શબ્દોની આ આડ પડી છે.
હરદ્વાર ગોસ્વામી