સપનું કે સપનાનો ભ્રમ

Share it via



મારી કુંવારી આંખોના સમ મારા સાયબા
અંગઅંગ મળવાંને આડે છે ચાર માસ,
અથરો ના થા જરા ખમ મારા સાયબા.
મારી કુંવારી આંખોના સમ……

કુંવારા કાંડાનુ વેણ રાખ સાજણ તું કુંવારું કાંડા મચકોડ મા.
કુંવારી વેદનાનું ભાન તને હોય નહીં, નજરુંને નજરુંથી જોડ મા.


અરે! આટલી ઉતાવળ ન હોય જરા થમ….
મારી કુંવારી આંખોના સમ….


આંગણામાં ઊભેલા વડલાનાં પાન રોજ એકએક ખરતાં રે જાય છે,
એમ્મ એમ્મ આપણી વચાળે આ ઊભેલી , પાન્નખર ટૂંકાતી જાય છે.


પછી ભીની કૂંપળની પથરાશે જાજમ…

મારી કુંવારી આંખોના સમ…


મધરાતે ખોરડાની પાછલી પછીતમાંથી સપનાં ચોરપગે આવતાં ,
સાજણનું રૂપ લઈ ચોરીછૂપીથી મારાં અંગો પર વ્હાલપ ભભરાવતાં ,
આંખ ઊઘડી તો ઓરડામાં છલકાતો ભ્રમ….


મારી કુંવારી આંખોના સમ….

યોગેશ પંડયા

Leave a Comment

error: Content is protected !!