જાગવાનું હોય – સુધીર પટેલ

સ્વપ્ન સુંદર કોઈ જયારે આવવાનું હોય,એ જ ટાણે બસ અમારે જાગવાનું હોય ! ઢાઈ અક્ષરમાં દરેકે આપવાનું હોય,ને મજા એ, કોઈએ ના માગવાનું હોય ! તો ય સૌ કરતા ફરે છે જો ફિકર કેવી !એ જ નહિ તો થાય છે જે કૈં થવાનું હોય ! વાત બે કરતો રહું છુ એટલે સૌથી,એમ મનને આપણે સમજાવવાનું … Read more

સ્વપ્નો વચ્ચે – જવાહર બક્ષી

જવાહર બક્ષી

અજવાળાનો આવો શું નુસખો કરવાનો,વૃક્ષો બાળીને કેવો તડકો કરવાનો. સંબંધો ને સંજોગો તો પડછાયા છે,પડછાયા પર શુંય વળી ગુસ્સો કરવાનો. સહુનાં મંતવ્યોની ખીણ અને ટેકરીઓ,કંઈ બોલીને અહીંયા શું પડઘો કરવાનો. પર્વત, દરિયા, વન કે રણ તો પાર કરી દઉં,અહીં તો સ્વપ્નો વચ્ચેથી રસ્તો કરવાનો. એ જાણે છે એનું રૂપ બધે નીખર્યું છે,તોય નિયમ ક્યાં તોડે … Read more

error: Content is protected !!