એક સવારે – હર્ષદ ચંદારાણા

ખિસકોલીની ગલીપચીથી જાગી ગ્યું છે ઝાડકલરવ નીચે નહાતું લઈને પાંદડાની આડ કોશ નીકળ્યો બા’રો ધડધડ ધોરિયાની નાડખેતર આંખો ખોલે ખોલી શીંગોની કૈ ફાળ ચાડિયો તો ધ્રૂજે લાગી ઠંડી હાડોહાડઅંધારું તો પેઠું જોઈ જંગલ જેવી વાડ વાદળ, સૂરજ – કોણ કરી રહ્યું છે લાડઝરણાંની ઝાંઝર પ્હેરી કથક કરે છે પ્હાડ પવન છોકરો નટખટ ખેંચે ધુમ્મસનો ઓછાડખીણ … Read more

કૈલાશ પંડિત

હેમેન શાહ

વ્હેતા પવનથી બારણું, ઊઘડી ગયું હશે !શમણું કોઈ સવારમાં, સરકી ગયું હશે ! રોપી ગયો તો હું કદી; જે મારા હાથથી.એ વૃક્ષ તારા આંગણે ઊગી ગયું હશે ! ઝાકળ થઇને ફૂલમાં, બેસી ગયું પછી.એનું સ્મરણ સવારમાં, છલકી ગયું હશે ! બેસી રહ્યુંતું પાળની કોરે પતંગિયું.સંભવ છે કોઈ ફૂલ ત્યાં ડૂબી ગયું હશે ! દરિયાની ભીની … Read more

પ્રફુલ્લ પંડયા

પરોઢિયે પંખી જાગીને

છલકતુંય આવ્યું મલકતુંય આવ્યુંઆજે મારી વાણીમાં ઝરણું એક આવ્યું હતો ડૂબતો પણ કિનારે લઇ આવ્યુંગઝલ જેવું મોજીલું તરણું એક આવ્યું અમસ્તું જ હું ભાન ભૂલી ગયો’તોઅમસ્તું જ સપનું સમજણું એક આવ્યું હજી આંખ ખૂલી ન ખૂલી જ ત્યાં તોપવન સાથે ખટકામાં કણું એક આવ્યું થયો સાવ નિર્જન – નિર્જનથી નિર્જનફરી પાછું એવામાં શમણું એક આવ્યું … Read more

નભ-છત્રી નીચે ! – યોગેશ જોષી

યોગેશ જોષી

ધોધમાર વરસાદમાંચાલીયે છીએ આપણે પાસપાસે,પોતપોતાની છત્રી નીચે. તારી છત્રી ફગાવી દઈ,તું આવી ગઈ,મારી છત્રી નીચે. ત્યાં તોગાંડાતૂર વરસાદી પવનેફંગોળી દીધીમારી છત્રી… મૂશળધાર વરસાદમાંહવે આપણેનભ-છત્રી નીચે !ને છતાંકેમ હજીયેકોરાંકટ્ટ ?! યોગેશ જોષી

કુટુંબ : ઉદયન ઠક્કર

ઉદયન ઠક્કર

મને થયું લાવ દીકરીને શીખવું :કુટુંબ એટલે શું?હું માંડ્યો પૂછવા“તારું નામ શું?”“ઋચા….ઠક્કર”“બકી કોણ કરે?”“મમ્મી….ઠક્કર”“પાવલો પા કોણ કરે?”“પપ્પા….ઠક્કર” ત્યાં તો સાઈકલ પર કપડાંની ગઠરી મૂકીટ્રીન..ટ્રીન..કરતું કોઈ આવ્યુંદીકરીનો ચહેરો થયો ઊજળો!“ધોબી…ઠક્કર!” ચોખાના દાણાથી હાઉસફુલ થઈ જાય એવું પંખીહવામાં હીંચકા લેતું હતુંદીકરીએ કિલકાર કર્યો“ચક્કી…ઠક્કર!” લો ત્યારેદીકરી તો શીખી ગઈહું હજી શીખું છું ઉદયન ઠક્કર

error: Content is protected !!