મેં સ્વમાન ફેરવ્યું છે – ગૌરાંગ ઠાકર

મેં નથી સુકાની બદલ્યો, ન સુકાન ફેરવ્યું છેદરિયાનું એ રીતે મેં, અભિમાન ફેરવ્યું છે. તું મને ઉદાહરણમાં, હવે ટાંકવો જવા દે;મેં જીવન જીવી જવાનું, અભિયાન ફેરવ્યું છે. આ સવાલ પ્રેમનો છે, તરત જ અમલ તું કરજે,તું ગુમાન ફેરવી લે, મેં સ્વમાન ફેરવ્યું છે. મને એટલી ખબર છે, અભિનય સમય કરે છે,હવે દુ:ખનાં પાત્રમાં છે, પરિધાન … Read more

નામ તમારું લખ્યું – મેઘબિંદુ

નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ,ઝળઝળિયાંની ઝાંખપ વચ્ચે લખીએ કયાંથી કાગળ ! સુખની ઘટના લખું તમોને ત્યાં દુ:ખ કલમને રોકે,દુ:ખની ઘટના લખવા જાઉં ત્યાં હૈયું હાથને રોકે;છેકાછેકી કરતાં કરતાં પૂરો થઈ ગયો કાગળ,નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ. અમે તમારાં અરમાનોને ઉમંગથી શણગાર્યા,અમે તમારાં સપનાંઓને અંધારે અજવાળ્યાં;તોય તમારી ઈચ્છા મુજથી દોડે … Read more

તે સાચો કોઈ દી હોતો નથી – ભરત વિંઝુડા

હોય નહીં સાચો તે સાચો કોઈ દી હોતો નથી,એમનો ઉત્તર ખુલાસો કોઈ દી હોતો નથી ! એ મળે છે ત્યારે આપોઆપ મેળો થાય છે,એટલે કે ત્યાં તમાશો કોઈ દી તો નથી ! આપણા ચહેરાની સામે જોઈને બોલ્યા કરે,આયનો તેઓની સામો કોઈ દી હોતો નથી ! આંખને પૂછો તો કહેવાની કે છે વર્ષાઋતુ,ત્યાં શિયાળો કે ઉનાળો … Read more

પગલાં વસંતના – મનોજ ખંડેરિયા

આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના,ફૂલોએ બીજું કૈં નથી, પગલાં વસંતના. મલયાનિલોની પીંછી ને રંગો ફૂલો ના લૈ,દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના ! આ એક તારા અંગે ને બીજો ચમન મહીં,જાણે કે બે પડી ગયા ફાંટા વસંતના ! મહેંકી રહી છે મંજરી એક એક આંસુમાં,મ્હોર્યા છે આજ આંખમાં આંબા વસંતના ! ઊઠી … Read more

આપણા દુ:ખનું કેટલું જોર ? રાજેન્દ્ર શાહ

ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ?નાની એવી જાતક વાતનો મચવીએ નહિ શોર ! ભારનુ વાહન કોણ બની રહે? નહી અલૂણનું કામ,આપણ તો બડભાગી, ખમીરનું આજ ગવાય રે ગાન;સજલ મેઘની શાલપે સોહે રંગધનુષની કોર. જલભરી દગ સાગર પેખે, હસતી કમળફૂલ,કોકડું છે પણ રેશમનું, એનું ઝીણું વણાય દુકૂલ;નિબિડ રાતના કાજળ પાછળ પ્રગટે અરુણ ભોર. આપણે ના … Read more

error: Content is protected !!