સાચા પ્રવાસમાં જીવ્યા – વિહંગ વ્યાસ
જીવવાનાં પ્રયાસમાં જીવ્યાકોણ હોશોહવાસમાં જીવ્યા પૃથ્વિને જે પડાવ માને છેએજ સાચા પ્રવાસમાં જીવ્યા કોઇ વીંધાતુ જાય વાણીથીકોઇ વાણી વિલાસમાં જીવ્યા ગર્ભમાં ગોળ ગોળ ઘૂમીનેએક કાળા ઉજાસમાં જીવ્યા આપણે ભરબજારની વચ્ચેપૂર્ણ એકાંતવાસમાં જીવ્યા મોક્ષ પામ્યા પછી ઘણાં લોકોઆપણી આસપાસમાં જીવ્યા ~ વિહંગ વ્યાસ