સાવ અચાનક – આહમદ મકરાણી

આહમદ મકરાણી

માળાના મણકાઓ ખૂટયા અચાનક હાથ અવાચકપિંજરથી પંખીઓ ઊડ્યાં સાવ અચાનક હાથ અવાચક કેન્વાસ પર છબી અધૂરી આકારોને ઝંખે;સપનાં કેરાં તોરણ આજે સાપ બનીને ડંખે કૂવા કાંઠે બેડાં ડૂબ્યાં સાવ અચાનક હાથ અચાનકઅધ વચાળે સીંચણ તૂટ્યાં સાવ અચાનક હાથ અચાનક પગલાંઓમાં પગલું ભળતાં વાટ અનેરી થાતીઊઘડતી અજનબી દિશાને ક્ષિતિજો મદમાતી યાદોના બે શ્રીફળ ફૂટયાં સાવ અચાનક … Read more

એમ એટલે એમ – શૈલેષ ટેવાણી

એમ એટલે એમ તમે જો ફાગણ ફોરો તો હું ફૂલ બની જઉં તેમરેશમ જેવી વાત ગૂંથું ને પૂછું કુશળ ક્ષેમ એમ એટલે એમ હું ભરચક્ક ભીંજાઉ પછી હું વાદળ નીતરું તેમતમે હીંચતાં હિંડોળે હું ગગન ઢળી જઉં એમ એમ એટેલે એમ ધરાને અડકું, સ્હેજ નમું હું ખૂશ્બુ એવી કેમજે બોલાવે તેને મઘમઘ ન્યાલ કરી દઉં … Read more

અણિયાળી કોઈ સાંજ થઈને – જયંત ડાંગોદરા

Hemen Shah

તીખી તમતમતી ને વિંધી નાખે એવી ફાંસ થઈને,લવકે છે સૂનકાર લગાતાર અણિયાળી કોઈ સાંજ થઈને. એમ સપાટી પર ધબકે છે ભીનાં ભીનાં તારાં સ્મરણો,કૂદે પરપોટાઓ જાણે જળમાં ઝીણી ગાંઠ થઈને. દર્પણમાં દેખાતાં દૃશ્યો સાવ જુદાં છે પ્હેલાં કરતાં,ક્યારે આવી ગયાં અચાનક તમે અમારી આંખ થઈને? કેમ કરી સંતાડી રાખું દુનિયાની નજરુંથી એને?રુંવે રુંવે ફૂટી નીકળ્યો … Read more

જાવાનું છે – જીત જોબનપુત્રા

વાયરાને બસ વાવાનું છેજંગલ થરથર થાવાનું છે એવું નથી અહીં કોયલ બોલેતમરાને પણ ગાવાનું છે જળાશય છો ખાલી પડ્યાંસ્નેહ સરોવર ન્હાવાનું છે રાતવરત છે ફરવાનું,પછીઊંધા થઈ લટકાવાનું છે અવધૂતોએ દિશા પ્હેરીશાને પછી સંતાવાનું છે કોઈ એવા તરભેટે ઊભાંમાર્ગ નથી પણ જાવાનું છે જીત જોબનપુત્રા

અલકમલક – મણિલાલ હ. પટેલ

vipin parikh

અલકમલકથી આવ્યો છું હું અલકમલકમાં જઇશ..બીજત્રીજની ચંદ્રકલાઓ વચ્ચે હસતો રહીશ… નથી દાવ મેં રાખ્યો માથે નથી કોઇની આણવગડો મારુ રાજપાટ છે : નથી કશાની તાણ જંગલને કહેવાનું છે તે ટહુકે ટહુકે કહીશઅલકમલકથી આવ્યો છું હું અલકમલકમાં જઇશ શહેરો ક્સબા ગામોમાં પણ નથી માનતું મનખીણો પ્હાડો નક્ષત્રોમાં વ્હેતો હુંય પવન ફૂલોમાં જ્યમ રહે સુગંધી હું પણ … Read more

error: Content is protected !!