આવવા દે – હેમેન શાહ
વિચારો નિરંકુશ જવા આવવા દે,અજાણી દિશાથી હવા આવવા દે. તું રેખાઓ દોરી ને રંગો જતા કર,એ વરસાદને પૂરવા આવવા દે. કદી મુક્ત મનથી તો ખડખડ હસી પડ,કદી નીચે ઉન્નત ભવાં આવવા દે. નથી આભ બદલી શકાતું, એ માન્યું,જરા પંખીઓ તો નવાં આવવા દે. બધે નામ-સરનામું જાહેર ના કરજગતને પછી પૂછવા આવવા દે. હેમેન શાહ