વરસાદી રાતે – રાવજી પટેલ

ઈશાની પવન મારા છાપરાના નળિયાનેઊંચું-નીચું કર્યા કરે.નળિયાની નીચે મારી ઊંઘ પણ પીંછા જેવીઆઘીપાછી થયા કરે.નાનો ભાઈ બચ બચ ધાવે,બચકારે બચકારે અંધકારનો મોલ હલે.સ્હેજ વળી ફણગાની જેમ કૂંણું કણસીનેબચ બચ પીધા કરે માયાળુ ખેતર.મારી કીકીઓમાં કણસલાં હળુ હળુ હલ્યા કરે.એની પર પંખીઓનાં પીંછાં સ્હેજ ફરફરે.આખો દહાડો ઢેફાઈ કુટાઈ-માપંજેઠીની જેમ લૂસ ખાટલામાં પડી રહી.મારા બાવડામાં દિવસ, બળદ, … Read more

શબ્દને સાધવો જોઈએ – ડૉ. હરીશ ઠક્કર

હો સુખી તો સુખી લાગવો જોઈએઆદમી મન મૂકી નાચવો જોઇએ ટાઢની બાદ તડકો થવો જોઈએખૂબ સારો સમય પણ જવો જોઈએ વૃક્ષને રોજ ઝભ્ભો નવો જોઇએવેલનો ખેસ પણ નાખવો જોઈએ મહેંદી મૂકે ભલે હાથ ને પગ ઉપરરંગ તો મન ઉપર લાગવો જોઈએ એની પાસે જે માગે તે મળશે તનેછે શરત, શબ્દને સાધવો જોઈએ. ડૉ. હરીશ ઠક્કર

હોય છે – દર્શક આચાર્ય

કોઈ આગળ કોઈ પાછળ હોય છે,કોઈ દ્વારો કોઈ સાંકળ હોય છે. ઘાસ પરથી ભેદ એનો જાણ તું,કોઈ જળ તો કોઈ ઝાકળ હોય છે. પ્રેમનો કરતાં ભલે દાવો બધાં,કોઈ સાચા કોઈ પોકળ હોય છે. બંધ કવરે શું હશે કોને ખબર?કોઈ જાસા કોઈ કાગળ હોય છે. વાત છોડો યાર માણસજાતની,કોઈ આંબા કોઈ બાવળ હોય છે. દર્શક આચાર્ય

બે ચાર સ્વપ્ન – ગુલામ અબ્બાસ ‘નાશાદ’

બે-ચાર સ્વપ્ન આંખો છે ટળવળ, તબીબ જો,બેચેન રક્તમાં છે શું ખળખળ, તબીબ જો. ચહેરો છે શાંત, ભીતરે હલચલ કશીક છે,કણકણમાં લાગે છે કોઈ સળવળ, તબીબ જો. મારું નસીબ મારાથી કરતું રહે રમત,આ રોગ પણ ન હોય કોઈ છળ, તબીબ જો. કહેવાય છે કે ભાગ્ય તો બદલાય પળ મહીંતું નાડ મારી એટલે પળપળ, તબીબ જો. આશા … Read more

ખુશ્બૂનો રંગ – આસિફ મીરા

ખુશ્બૂનો કેવો રંગ છે પૂછો કબીરને,ઓળખ ફૂલોની હોય છે વ્હેતા સમીરને ! આપે છે, એ જ હાથે બધું લેતો જાય છેછોડે છે ક્યાં સમય કદી કંચન-કથીરને? બોલે છે પાંચ તત્ત્વો સદા મુઠ્ઠી ધૂળમાં,લીલા મળી છે શ્વાસની ખાલી શરીરને ! લજ્જા, શરમ, મલાજો, વિરાસત છે લોહીની,સોગાત આપી તેં ખુદા મારા ઝમીરને ! બેસે કદી પતંગિયાં કાગળનાં … Read more

error: Content is protected !!