શક્યતાનાં દ્વાર ખખડાવી જુઓ – શ્યામ સાધુ

પથ્થરો બોલે તો બોલાવી જુઓ,શક્યતાનાં દ્વાર ખખડાવી જુઓ, સહુ પવનની જેમ તો આવી મળે,વૃક્ષ માફક ડાળ ફેલાવી જુઓ. સાવ બાળકના સમું છે આ નગરકોઈ પણ આવીને લલચાવી જુઓ. કાચબો કહેતા સમય જો સાંભરે,રેતની શીશીને ઊલટાવી જુઓ. આયનામાં સહુ અહીં ઝીલાય છેકોઈને આંખોમાં ચીતરાવી જુઓ.

લોકો બહુ ફાવી ગયાં – ભરત ભટ્ટ ‘તરલ’

એક્ ઈશારે બાથ ભીડાવી ગયાં, બોલો!એ બધાં લોકો બહુ ફાવી ગયાં, બોલો! મારી ભીતરના કૂવામાં તેમણે જોયું;જળની અંદર આગ પેટાવી ગયાં,બોલો ! મેં કર્યો દેખાવ અમથો વૃક્ષની માફકપંખીઓ કલરવને ફેલાવી ગયાં, બોલો! લોક તલપાપડ હતાં ડૂબી જવા ત્યારે;એ નદીના નીર થંભાવી ગયાં, બોલો! મર્મ ભેદી વળતું બોલ્યાં કે, ‘તરાવું છું!’હોડીમાં દરિયાને ઠલવાવી ગયાં, બોલો! ભરત … Read more

ज़िंदा क्यूँ नहीं होता – राजेश रेड्डी

किसी दिन ज़िंदगानी में करिश्मा क्यूँ नहीं होता।मैं हर दिन जाग तो जाता हूँ ज़िंदा क्यूँ नहीं होता। मिरी इक ज़िंदगी के कितने हिस्से-दार हैं लेकिन,किसी की ज़िंदगी में मेरा हिस्सा क्यूँ नहीं होता। जहाँ में यूँ तो होने को बहुत कुछ होता रहता है,मैं जैसा सोचता हूँ कुछ भी वैसा क्यूँ नहीं होता। हमेशा … Read more

બંનેની ઘટના જુદી છે – ભરત ભટ્ટ ‘પવન’

બંને વચ્ચે સમજૂતી છે અંદરખાને,બંનેની ઘટના જુદી છે અંદરખાને. રુંવાટીમાં હલચલ થઈને ત્યારે જાણ્યું –મળવાની ઈચ્છા ઊગી છે અંદરખાને. પંખીનાં ખરતાં પીંછાંને જોઈજોઈ ,વૃક્ષોની ડાળી તૂટી છે અંદરખાને. ચ્હેરો હસતો રાખો છો પણ લાગે છે કે –ગમગીની પણ ત્યાં બેઠી છે અંદરખાને. પરબીડિયા પર છોને ફૂલો દોરેલાં છે ,જાસાચિઠ્ઠી પણ મુકી છે અંદરખાને. ભરત ભટ્ટ … Read more

પર્યાય કોણ છે? – લલિત ત્રિવેદી

આ ઓમ નમઃ શિવાયનો પર્યાય કોણ છે?મારા શરીરમાં આ લગાતાર કોણ છે? પથરાયું છે આ સાંજમાં કોની જટાનું તેજ ?આકાશમાં ઝબોળતો અવતાર કોણ છે ? કોની ત્વચાની ભસ્મ ઊડે છે આ હોમમાં ?અંજળને ગટગટાવીને પીનાર કોણ છે ? ધ્યાનસ્થ થઇ ગયો છે હવે કોનો અંધકાર ?તો રંગ રૂપ સ્પર્શ અહંકાર કોણ છે ? આ કોણ ગુમ થયું છે ગુફાના પ્રકાશમાં ?આલેક થઇ … Read more

error: Content is protected !!