પ્રેમનો રંગ – ગૌરાંગ ઠાકર
પ્રેમનો રંગ નિરાળો,એકબીજાની પડખે રહીને મેળવી લઈએ તાળોપ્રેમનો રંગ નિરાળો, ભીંત વગરનું મનડું મૂકતું, આખા ઘરમાં બારી,વાટ નિરખતા દ્વાર ઉભા‘તાં, ટહુકાઓ શણગારી,વહાલ ભરેલું વાદળ પૂછે: કોનો છે આ માળો?પ્રેમનો રંગ નિરાળો, સ્મરણોને સંગાથે તેડી, દોડી આવે શમણાં,દર્પણથી એ વાત કરાવે, જીવતી રાખે ભ્રમણાં,બીજ અમે તો ઘરમાં વાવી, પૂનમ થઇ ગઈ ડાળો.પ્રેમનો રંગ નિરાળો, તમ તમારે … Read more