વ્યોમથી વસુધા સુધી? – દીપક ત્રિવેદી

કોણ આલિંગન કરે છે વ્યોમથી વસુધા સુધી?કોણ પગલાં ત્રણ ભરે છે વ્યોમથી વસુધા સુધી? એની ચુપકીદી તો આખા વિશ્વને ઊથલાવશેકોણ જાજમ પાથરે છે વ્યોમથી વસુધા સુધી? રોજ હસતાં,ખેલતાં આ સૂર્ય-ચંદા-તારકોકોણ આ દીપક ધરે છે વ્યોમથી વસુધા સુધી? ખીણ, પર્વત,ને નદી છે પ્રકૃતિની સમૃદ્ધિ તો,કોણ ટહુકા પાથરે છે વ્યોમથી વસુધા સુધી? ફૂલ,કળીઓ,ડાળ, પંખી, તૃણ,સંધ્યા,ને ઉષા,કોણ લીલા … Read more

રસ્તા અવાક લાગે છે – ભાવિન ગોપાણી

ગલીમાં ડર અને રસ્તા અવાક લાગે છેહવે આ શહેરમાં ધુમ્મસની ધાક લાગે છે ડૂમા કે ચીસને ડૂબી જવું કે વહેવું’તુ?કહ્યું ન કોઈએ સૌને ઘણુંય કહેવું’તુ,બધાના હોઠ ઉપર છેકછાક લાગે છેહવે આ શહેરમાં ધુમ્મસની ધાક લાગે છે જઈ જઈને જશે તો જશે એ ક્યાં બોલો?વસી વસીને વસે તો વસે એ ક્યાં બોલો?કે જેને આભની છાંયામાં થાક … Read more

દાન વાઘેલા

મોજમાં હોય તો મળે !અખિલ મંડળની આરપાર થઈ વિહરે છે હરપળે !હરિવર મોજમાં હોય તો મળે… રણમાં, ધણમાં કે સ્મરણમાં, હોય કોઇ જણમાં ધામા;બીજના બોંતેર લાખમાં કણે ,ઝરુખા જામોકામા !નવખંડ સૃષ્ટિ સ્નેહસભરનાશ્વાસ ભરી સળવળે !હરિવર મોજમાં હોય તો મળે….. ચોર્યાશી સૂરજની ઉપર જળના રાખે ઝુમ્મર;અડસઠ્ઠ અબજ પાતાળ વિંધી : જ્વાળા ઠારે ભીતર !દાન,નિગમના જાપ-મંત્ર પણ … Read more

ઠાકોરજી બહુ વાજબી ભાવે પડ્યા….

રાતદિવસ ગોખલે રહી-રહીને તુલસીદલ સડ્યાંબે જ પળ મૂકી દીધાં તડકે, ટપોટપ ઊઘડ્યાં! બાવડું ચલવે હથેળી? કે હથેળી બાવડું?કેટલા સ્હેલા સવાલો! જોશીને ના આવડ્યા… મંગળા ત્રણસો, શયન સો, દોઢસોમાં રાજભોગ;આપને ઠાકોરજી બહુ વાજબી ભાવે પડ્યા…. જો કહો તો આંગળી વાઢીને અજવાળું કરુંઆશકા લઈ હાથ ધોઈ નાખતાં ના આવડ્યા કુંડળી જોવાને ત્યારે કોણ રોકાયું હતું?મેષ ને મંગળ … Read more

પંખી ક્યાં ગાય છે? – રમેશ પારેખ

ના રે, ના! પંખી ક્યાં ગાય છે?પંખી તો ઊડતા ભગવાન છે જે પોતાના ટહુકાથી સાક્ષાત થાય છે! આ બાજુ પથ્થરના મંદિરમાં થાય રોજ કાળમીંઢ ધર્મોના કાંડઆ બાજુ પંખીઓ બેસતા એ ઝાડવાની એક એક ડાળી બ્રહ્માંડ ના, રે! પરભાતિયું ક્યાં થાય છે?આવડે તો પીઓ, આ પંખીના કલરવથી રસબસતો તડકો ઢોળાય છે તાજપથી નાહેલું ઝાડવું હવામાં જેમ … Read more

error: Content is protected !!