પતંગનો ઓચ્છવ – રમેશ પારેખ

પતંગનો ઓચ્છવએ બીજું કંઈ નથી, પણમનુષ્યના ઉમળકાઓનો છે ઘૂઘવતો વૈભવ ! નભની ઊંડીઊંડી ઉદાસીઓને લૂછવાનભની ભડભડતી એકલતા ભૂંસવાજુઓ, મનુષ્યો-ઉંમગના રંગોમાં ઝબકોળી-ઝબકોળીપ્રીતિની પીંછી ફેરવતા ઉજ્જડ-ઉજ્જડ નભમાં. ઉજ્જડ નભને નમણું નજરાણુંઉર્ફે આ પતંગ ! હરેક જણના પતંગ પરલખિયો છે આ સંદેશો કેહે નભ ! તું નીચે આવ !આવ નીચે ને જરાક હળવું થા…માર નગારે ઘા,ગમગીનીનો ગોટો વાળીજલદી … Read more

અજાયબ ચીજ ન્હૈ? – ચિનુ મોદી

આ સ્મરણ પણ છે અજાયબ ચીજ ન્હૈ?ત્રાટકી પડનાર કોઈ વીજ, ન્હૈ? આટલો મબલક અહીં અંધાર છેભૂલથી વાવ્યું હશે મેં બીજ, ન્હૈ? જળકમળવત લેખતો હું જાતને-પાણીમાં પધરાવી દઉં આખી જ, ન્હૈ? કેમ દેખાયો નહીં હોવાં છતાં?આડી આવી જાત પોતાની જ, ન્હૈ? જ્યાં બિરાજે એ જ ડાળી કાપતો આપનો ‘ઈર્શાદ’ આ નાચીજ, ન્હૈ? ચિનુ મોદી

ક્યાં ઝટમાં બોલે – જવાહર બક્ષી

ઇચ્છાય મળી મરજાદી ક્યાં ઝટમાં બોલે બોલે તો પણ ક્યારે કૈં પરગટમાં બોલે ઝીણી ઝીણી રણઝણ એ પણ છાનીમાની ઝાંઝર પણ પડઘાઇને ઘુંઘટમાં બોલે ઘર-ખૂણાની રાખ ઘસાતી ગાગર સાથે આખી રાતનું અંધારું પનઘટમાં બોલે લાગણીઓની જાત જનમથી છે મિતભાષી વરસે અનરાધાર અને વાછટમાં બોલે સહુ શબ્દોને સમ દીધા કે ચૂપ રહેવું એ ધારી કે કોઈ … Read more

ગીત – જતીન બારોટ

ગામ વચાળે પીપળીયોને, પીપળે લીલું પાન કે વ્હાપરણ્યોજી, અલ્લડ મારો દેરીડોને, સાસુને ગુમાન કે વ્હાલા પરણ્યોજી, પરણ્યા ઊભા ખેતર વચ્ચે, ડાંગરની છે ઝોલ કે વ્હાલા પરણ્યોજી, કેમ કરીને આવું, એજી, છાતી પૂગ્યો મોલ કે વ્હાલા પરણ્યોજી, માઝમ રાતે પરણ્યાજીને ચડીયલ રાતી રીસ કે વ્હાલા પરણ્યોજી, ઓસરીયે આવો ગોરાંદે, અડધી મારી મીશ કે વ્હાલા પરણ્યોજી, ઉનમણે … Read more

તમે – જયંત કોરડિયા

તમે પોતે જ પોતાની રીતે પોતાને જાણો છો, કરીને બંધ આંખોને તમે તમને નિહાળો છો. કરો છો તર્ક એકાએક સાંકળ કોણ ખખડાવે? સિફતપૂર્વક પછીથી બંધ દરવાજો ઉઘાડો છો, તમે અસ્તિત્વને ઝાકળની વચ્ચે કૈ નથી કહેતાં, પણે સૂકું તણખલું એક બસ ચીંધી બતાવો છો. ખબર પડતી નથી કોઈ જ સમજણની કહો અમને, તમે મુસ્કાનને બદલે અરીસો … Read more

error: Content is protected !!