ગઝલ ~ જયેન્દ્ર શેખડીવાળા

ભોમિયા ભોંઠા પડે એવું કરો,આંસુની સરહદ જડે એવું કરો. સૂર્યને મૂકી ચરણના તાળવે,જળ ઉપર પગલાં પડે એવું કરો, જળની ભાષામાં કિરણજે ઓચરે,વાંચતાં એ આવડે એવું કરો. ભીંત પર ચિતરી ફૂલો ભીનાશનાંઅશ્રુછાયા સાંપડે એવું કરો. આ ગઝલ ઊતરીને ઊંડે કાનમાંશિલ્પ આંસુનાં ઘડે એવું કરો. ~ જયેન્દ્ર શેખડીવાળા

લીલી લીલી વયમાં ~ લાલજી કાનપરિયા

લીલી લીલી વયમાં અમને વાગ્યો ભીનો છાંટો રે,આસપાસ ઘેરીને ઊભો આકળવિકળ સન્નાટો રે, રંગોના દરિયાઓ આવી ફળિયા વચ્ચે બુડયા જી,ડાળીથી છટકેલાં ફૂલો પતંગિયા થૈ ઊડ્યાં જી. અમે ચૂર નશામાં અમને ખળખળ ઝરણાં છાંટો રે,લીલી લીલી વયમાં અમને વાગ્યો ભીનો છાંટો રે, સૂના સૂના ઓરડિયામાં અઢળક ઊગ્યા ઉજાગરા,નજરું વચ્ચે રોફી દીધા અજંપાના ધજાગરા ! આરપાર ઊતરી … Read more

મને નીંદર નથી આવી – અરવિંદ ભટ્ટ

ફર્યું તારીખનું પાનું મને નીંદર નથી આવી, પછી પડખું ફર્યો છાનું મને નીંદર નથી આવી. પણે ફૂટપાથ પર સૂતેલ માણસને જગાડી કહું, લઈ મલમલનું બિછાનું મને નીંદર નથી આવી ! હું જેને સ્વપ્નમાં જોતો એ આવી ખુદ જગાડે તો, કર્યું સુવાનું મેં બ્હાનું મને નીંદર નથી આવી. મીચેલી આંખને જોઈને સમજો કે સૂતો છુ, હું … Read more

રખાવટ ~ મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’

કહે, આ કેવો બંદોબસ્ત રાખ્યો છે ?સતત હથિયાર પર તેં હસ્ત રાખ્યો છે ! અચલ ઓજસ્વી એવા સૂર્યની સાખે,ઉદય સાથે, ધરા ! તેં અસ્ત રાખ્યો છે ! કનડગત જિંદગીની શુનું શું કરતે !મરણ ! આભાર, તે આશ્વસ્ત રાખ્યો છે ! નવા ઘર – ભાવિ ખંડિયેર – નું વાસ્તુ?અભિગમ ઠીક તંદુરસ્ત રાખ્યો છે ! બચાવી વલ્લરિએ … Read more

error: Content is protected !!