તરસની આબરૂ – ખલીલ ધનતેજવી
અજાણી કોઈ ખુશબો ક્યાંકથી રસ્તામાં ઊતરી છે, હવે એના વિશે આખી સભા ચર્ચામાં ઊતરી છે. સમસ્યા ક્યાં હતી કૈ માનવીના આગમન પહેલાં, બધી મુશ્કેલીઓ તો એ પછી દુનિયામાં ઊતરી છે. કદાચ આ સૌ મકાનોને ઉથામો તો જડી આવે, નથી જે શહેરમાં એવી ગલી નકશામાં ઊતરી છે. ગમે ત્યાંથી ગમે તેની બુલંદી માપવા માટે, ઘણા ખમતીધરોની … Read more