જોઈએ છે – વિપિન પરીખ

ભવોભવના ફેરામાંથી મુક્તિ આપે એવા પ્રભુની જરૂર નથી! જોઈએ છે એક એવો પ્રભુ જે રેલવેના ટાઈમટેબલમાથી મુક્તિ અપાવે, ટ્રાફિકના સિગ્નલ પર દોડતી રક્તની ગતિને અંકુશમાં રાખે, જમ્બો જેટમા સમયને ઘસડાઈ જતો અટકાવે, રેડિયો અને ટેલિવિઝન માં મોકળાશ શોધતી શૂન્યતાને ઠપકારે, સવારે સત્યનો વાઘો પહેરીને આવતા સમાચારોથી અળગો રાખે અને જાહેર ખબરોમાં મને સસ્તે મૂલે વેચાઈ … Read more

તરસે (પનિહારીનું ગીત) – શિવજી રૂખડા

ખોબાનાં નીર થયાં ખાલી, સૈયર, હું તો પાણી ભરવાને પછી હાલી. પાણીના સેરડે પાણી કળાય નઈ ને કાળજે તરસ્યુંના કાપા, પાણીના પગરવની પાછળ, પાછળ છે તરસના સિન્દુરિયા થાપા. કોરી ગાગર લઈ ઠાલી, સૈયર, હું તો પાણી ભરવાને પછી હાલી. કાળઝાળ ગરમીના ઝાળઝાળ વાયરાઓ ચારે દિશાએથી વાય, ભીનાશે લીધો છે ભેજવટો ને ઓલ્યા વીરડામાં રેતી છલકાય, … Read more

શું ટાંકવા ? – વિવેક મનહર ટેલર

પાણી ભરેલા વાદળો ને ખેંચી લાવવાં ઓછાં પડે છે, દોસ્ત ! આ શહેરોને ઝાડવાં. એક તો આ રણ વિશાળ છે, ઉપરથી ઝાંઝવા, ખુદમાં ડૂબી ગયેલા ને ક્યાંથી તરાવવા ? તારા વગર આ આંખની રણ જેવી ભોંયમાં, મૃગજળ ઊગે તો ઠીક, ક્યાં વરસાદો વાવવા ? પરપોટો થઈ વિલાવાનું જળમાં થયું નસીબ, હોવાપણાનો દેહ ન ત્યાગી શકી … Read more

પથ્થરને પણ થોડી અસર – હરીશ ધોબી

યાર, હદ થૈ ગૈ હવે તો કૈં સુધર,થાય છે પથ્થરને પણ થોડી અસર. ગામ આખાને પડી ગૈ છે ખબર,એક ખાલી તું જ છે બસ બે-ખબર. એ જ હું જોયા કરું છું ક્યારનો,હું અહીં છું અને ક્યાં છે તારી નજર. તું ઊંચા કોલર કરીને ફરી નહીં,કોઈનું અટક્યું નથી કોઈ વગર. વાત મારી જો મગજમાં ઊતરે,તો કરી … Read more

બને તો આવ – મહેન્દ્ર જોશી

જો રૂપેરી જાળ છે દરિયે, બને તો આવ,ચાંદની રમણે ચઢી ફળિયે, બને તો આવ. હોય સંશય જો ભીતરમાં તો વિખેરી આવજે,બે ક્ષણોની સંધ પર મળિયે, બને તો આવ . ઊંઘ આદિકાળની લઈને સૂતો છે એક જણ,શંખ ફૂકી કાનમાં કહિયે, બને તો આવ. ટોચ પર જઈને જોયું તો કોઈ કરતા કોઈ નહીં,ને કશું દેખાય ના તળિયે, … Read more

error: Content is protected !!