ભોપા ભૈની ભોપાળી – પરેશ દવે

બોલને નાગર ગાશે ભોપા ભૈની ભોપાળી? પૂછી લઉં? પૂછી લઉં નાગરને? જેને મન વગાડે માણ જેમ જેને ખુમારી શિરત્રાણ જે પંડે ઉદિત ભાણ તે અંધારાંની લોથ થઈ ગયા છે આજકાલ જે કંતાયો છે તાર તાર જે કેવળ કક્કાનું કિરદાર તેથી રોજ રોજ કંતાય ને રોજ રોજ શંકાય વાંચે ગેબી આંખે પંડપુરાણ થઈ ગયો છે જે … Read more

તલાશ કર – પરેશ દવે

શબ્દની ભીતર પ્રવાસ કર અર્થની ઊંડી તપાસ કર. તો જ હટશે અંધકાર આ, જીવ બાળીને ઉજાસ કર. ચાર ભીંતોનું મકાન છે, તું ન ઘર એમાં તલાશ કર. એ હસીને તો ગયા હતા, જીવ ના અમથો ઉદાસ કર જાતનો પ્હેલાં રકાસ કર, એ રીતે એની તલાશ કર. પરેશ દવે

ગીરો મૂકયો – અશોકપુરી ગોસ્વામી

મેં ગઝલ મૂકી – ને, તેં હીરો મૂક્યો તોય લાગ્યું મેં મને ગીરો મૂકયો. રેશમી વસ્ત્રોને ત્યાગી હે ગઝલ, દેહ પર ભગવો અમે લીરો મૂક્યો. દેહની પીડા, નથી કરતી પીડા, મેં જ મારા હાથથી ચીરો મૂક્યો. શબ્દ પણ બોલ્યા વિના સમજી ગયા તલવાર તેં પકડી, તો મંજિરો મૂક્યા. મન પરમ પદ પામવાને તપ કરે, અવતારનો … Read more

મનવાજીને – મફત ઓઝા

આ વરસાદ વરસ્યો ધોધમાર, તોય પંડ કોરાં- ધાકોર કોને કહીએ મનવાજી…. જળમાં લાગી આગ કોણ જાણે? ઉપર છાંટે ઝીણો છંટકાવ તોય ભડકે બળે એને ઠારવા ક્યાંથી લાવું આગ કહીએ મનવાજી…. અંધારાં ભીતર ભરાણા ઊડતા આગિયાને પકડવા નજરો ટૂંકી પડે અજવાળે અજવાળે અંજળ શોધતાં થાકીએ તે કોને કહીએ મનવાજી…… આમ તો અલપઝલપ ઝીણી છાંયડી આખું આભ … Read more

તો કહેજો – દલપત પઢિયાર

એક દિવસ સોસાયટીના સૌએ ભેગા થઈ વીજળીના તારને નડતો લીમડો કાપી નાખ્યો. તે રાતે વગડાનાં બધા ઝાડ મારી પથારીમાં આવ્યાં હતાં! મારું એક મૂળ રાતું થયેલું ન જોતાં એ બિચારા પાછાં વળી ગયા…. હું ઘણી વાર ઊંઘમાંથી ઝબકી જાઉં છું, બારણામાં ઝાડનાં પગલાં સંભળાય છે મારામાં મૂળ નાખવા માંડ્યું છે આ ઝાડ! હું ફરી પાછો … Read more

error: Content is protected !!