તું સુગંધ કઇ રીતે થઈ ગયો – ગૌરાંગ ઠાકર
મને માણસાઈથી મ્હેકવા, લ્યો સરળ ઉપાય મળી ગયો, હું પવનને પૂછી લઉં જરા, તું સુગંધ કઇ રીતે થઈ ગયો. તને હાથપગની છે ડાળીઓ, તને લાગણીનાં છે પાંદડાં, તું પડાવ કોઈનો થઈ શકે, મને છાંયડો એ કહી ગયો. નથી મંદિરોની તું પ્રાર્થના, નથી મસ્જિદોની નમાજ તું, કદી માવડીનાં તું આંસુમાં, કદી સ્મિત બાળનું થઈ ગયો. તું … Read more