બોલ વાલમના – મણિલાલ દેસાઈ

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના;ઘરમાં સૂતી સાંભળું રે બોલ વાલમના. ગામને પાદર ઘૂઘરા વાગે,ઊંઘમાંથી મારાં સપનાં જાગે,સપનાં રે લોલ વાલમનાં.ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના. કાલ તો હવે વડલાડાળે ઝૂલશું લોલ,કાલ તો હવે મોરલા સાથે કૂદશું લોલ,ઝૂલતાં ઝોકો લાગશે મને,કૂદતાં કાંટો વાગશે મને,વાગશે રે બોલ વાલમના.ઘરમાં સૂતી સાંભળું રે બોલ વાલમના. આજની જુદાઈ ગોફણ … Read more

સૈ, હું તો જીવતરિયું ગૂંથતી રૈ – ભરત ખેની

ટેભો ગૂંથાયો મારી આંગળીના ટેરવે, જીવતરિયું ગૂંથાયું નૈ. સૈ, હું તો જીવતરિયું ગૂંથતી રૈ… સગપણના સૂતરથી સમણાંઓ ટાંકયા પણ આભલામાં ઝબકારો નૈ. કાપડે ભરેલ ભાત ભારે સોહામણી પણ મોરલામાં ટહુકારો નૈ. સખદખનાં ટેરાવાંઓ માગે હિસાબ હું તો લોહીઝાણ ઝૂરતી રૈ. સૈ, હું તો જીવતરિયું ગૂંથતી રૈ… ઝમરખિયા દીવડાના ઝાંખા અજવાસમાં ચાકળાને ચંદરવા જોતી, ઓરતાઓ અંતરમાં … Read more

ચાંદની ફેલાઈ ગઈ – ‘ઓજસ’ પાલનપુરી

મારી હસ્તી મારી પાછળ એ રીતે વીસરાઈ ગઈ;આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ. આગમન એનું સુણીને ઊર્મિઓ હરખાઈ ગઈ,ચાંદ ઊગ્યો પણ નહીં ને ચાંદની ફેલાઈ ગઈ. દર્દમાં ઠંડક, દિલાસામાં જલન, અશ્રુમાં સ્મિત,પ્રેમનો ઉત્કર્ષ થાતાં ભાવના બદલાઈ ગઈ. આત્મા પરમાત્માને, દેહ માટીને દીધું,જે મતા જેની હતી એને બધી સોંપાઈ ગઈ. ભેટવા એને હતો હું એટલો … Read more

ઉમાશંકર જોષી (1911 – 1988) – ચંદ્રકાંત બક્ષી

ઉમાશંકર જોષીથી હું એટલો નિકટ ન હતો કે એક ફકરામાં ચાર વાર ‘હું અને ઉમાશંકર’ લખી શકું. એ સર્વપ્રથમ 1984માં મેટ્રિકના ગદ્યપદ્યસંગ્રહમાં મળ્યા, જ્યારે હું 15 વર્ષનો હતો. મેટ્રિકની એ અંતિમ પરીક્ષા હતી, પછી એચ. એસ.સી. આવી ગઈ. અમારે ‘ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા’ ભણવાની હતી, અને એ કવિતા મને ગમતી હતી. હું એકલો એકલો … Read more

માણસ મને હૈયાસરસો લાગે – સુરેશ દલાલ

કયારેક સારો લાગે, ક્યારેક નરસો લાગે તોયે માણસ મને હૈયાસરસો લાગે દરિયો છે એટલે તો ભરતી ને ઓટ છે સારું ને બૂલ્લરું બોલે એવા બે હોઠ છે એને ઓળખતાં વરસોના વરસો લાગે તોયે માણસ મને હૈયાસરસો લાગે. ઘડીક સાચો લાગે ઘડીક જૂઠો લાગે ઘડીક લાગણીભર્યો, ઘડીક બુઢ્ઢો લાગે ક્યારેક રસ્તો લાગે ને ક્યારેક નકશો લાગે … Read more

error: Content is protected !!