ડાળીએ વળાવ્યું લીલું પાન – હરિશ્ચંદ્ર જોશી

દાદાજીને મન ઊડી ચરકલડી રે કાંઈ બાપુ એ વળાવી જાડી જાન, માતાજી ને મન ધીડી પરદેશ દીધી આજે ડાળીએ વળાવ્યું લીલું પાન… આમ તો પાંચીકો સ્હેજ હાથથી ઉલાળ્યો’તો ને વળત માં ઝીલ્યો રે મીંઢોળ, છબતી’તી હમણાં જે પગ બોળી નદીએ ‌ પીઠીનો આજ કરવો અંઘોળ, શરણાઈ – ઢોલ ભેળી, હીબકાતી હાલી શેરી આંખનું રતન દેવા … Read more

મનવા શું કરીએ – ડૉ. કનૈયાલાલ ભટ્ટ

આવડી મોટી જિંદગી ને ઘડી જેવડું સુખ મનવા શું કરીએ ખોબા જેવડું આયખું ને દરિયા જેટલું દુઃખ મનવા શું કરીએ જીવતરની ચોપાટ વચાળે પાસા પડે નૈ પોબારા સમજ્યા વિના જો ખેલીએ તો સંબંધોના હોબાળા સમજણ એટલું સુખ મનવા બાકી બધું રે દુઃખ મનવા શું કરીએ ફૂગ્ગાઓમા શ્વાસ ભરીને જંગલ વચ્ચે રહેવાનું ઠેસ વાગે તો આંખ … Read more

હું પણ બોલું તું પણ બોલ – રશીદ મીર

સાવ અજાણી ભાષા જેવું હું પણ બોલું તું પણ બોલ, ભેદ ભરમના તાણાવાણા હું પણ ખોલું તું પણ ખોલ. ક્યાંક નહીં અચેતન જેવુ વીસરાતાં ચાલ્યાં ઓસાણ, ઢોલ બજે અનહદના ભીતર હું પણ ડોલું તું પણ ડોલ. પ્રીત પછીનો પહેલો અવસર ઘેનભરી પાંપણ પર બેઠું આજ સખી મોંહેં ઘુંઘટ કે પટ હું પણ ખોલું તું પણ … Read more

કવિનું કર્મ અને કવિનો ધર્મ : સત્તાને સત્ય કહેવું ! – ચંદ્રકાંત બક્ષી

ફેક્સના જમાનમાં પ્રેમપત્રની વાત કરવા જેવુ જ અસંગત લાગે છે, ઇન્ટરનેટના જમાનામાં કવિતાની વાત કરવી. પણ કવિતા 2000ના વર્ષમાં અસાંદર્ભિક નથી. ટેકનોલોજી કે ડિજિટલ તંત્રજ્ઞાન જિંદગીનો કબજો કઈ લેશે તોપણ મનુષ્યજાતિ કવિઓ અને કવિતા માટે ચાહના પેદા કરનારા ચાહકો પેદા કરતી રહેશે. જ્યાં સુધી મોટી વયે પણ વિસ્મય થઈ શકશે ત્યાં સુધી કલાકાર પ્રકટ થતો … Read more

બોલે ઝીણા મોર – મનહર મોદી

પાંપણના પોચા પલકારે બોલે ઝીણા મોર અડધાથી પણ અડધી રાતે બોલે ઝીણા મોર તડકો ટપલી દાવ રમે ને ઘાસ લીલું લહેરાય આઘા પાછા કલકલ નાદે બોલે ઝીણા મોર છલ્લ્ક છલ્લ્ક છલ છલકાવે તલ્લ્ક તલ્લ્ક તંન મલ્લ્ક મલ્લ્ક લાખ પ્રકારે બોલે ઝીણા મોર હું ને તું ને તેઓ સર્વે બધુ એકનું એક માયા બોલે એમ જ … Read more

error: Content is protected !!