તને ચાહવા નીકળ્યો છું

તું માને કે નહીં માને ઊંઘ વેચીને ઉજાગરાને ખરીદવાને હું નીકળ્યો છું -હું તને ચાહવા નીકળ્યો છું. ચાહવું એટલે ચાહવું એટલે ચાહવું એટલે ચાહવું ઊગવું, ડૂબવું, આથમવું ને રણરેતીથી નાહવું કોઈપણ બ્હાને જીવતેજીવત મરી જવાને હું નીકળ્યો છું. -હું તને ચાહવા નીકળ્યો છું. શરીર એટલે શરીરમાં રહીને શરીરની બ્હાર નીકળી જાવું ખારાઉસ સમદરમાં સાકર-પૂતળી થઈને … Read more

એ જ ટોળાથી અલગ પડતા નથી – રાકેશ હાંસલિયા

એ જ ટોળાથી અલગ પડતા નથી,જાતને ક્યારેય જે મળતા નથી. શું કહું એને, કૃપા કે અવકૃપા ?પાંદડાં આ વૃક્ષનાં ખરતાં નથી ! ચીસ સાંભળતા નથી, એવું નથી,પણ હવે લોકો જ ખળભળતાં નથી. એવું થોડું છે ગમીએ સર્વને,જેમ આપણને ઘણાં ગમતાં નથી. એવું શું ફેક્યું સરોવરમાં તમે ?કાં હજુયે નીર આછરતાં નથી !! વ્યર્થ છે ખોબો ધરી નિત ઊભવું,એમ કાંઈ … Read more

ચૂમી હતી – ભગવતીકુમાર શર્મા

મેં તને એક ભીનાભીના શ્વાસમાં ચૂમી હતીગુલમહોરી છાંયડે કે ઘાસમાં ચૂમી હતી શી ખબર ઊગશે ગઝલ કે ગીત મ્હોરી ઊઠશે?મેં કવિતાના ચસોચાસ પ્રાસમાં ચૂમી હતી આંખ મીંચી કે તરત અંધાર ઊતર્યો મ્હેક મ્હેકને તને ફરિયાદ કે અજવાસમાં ચૂમી હતી ! જે શરદ પૂનમ થઈ ખીલી હતી તે તો અમાસમેં તને લયલીન થઈને રાસમાં ચૂમી હતી … Read more

ચિઠ્ઠી – દુહા – હર્ષદ ચંદારાણા

તું મધમીઠી શેરડી, રસની પૂરી પુરાંત હું અણીયાળો દાંત, (પણ) ખેતરવા છેટા રહ્યા હું સાકરનો ગાંગડો, તું શેડકઢું દૂધ બરણી-બોઘરણે બંધ, આપણ (તો) અળગા રહ્યા કોઈ એક અમાસની તું અંધારી રાત હું સૂરજની જાત, મહિનોમાસ વલવલું કુણા-માખણ દેહથી, આઘું રહેવું ઠીક અડતા લાગે બીક, જાય જરામાં ઓગળી આ કોઈ ચિઠ્ઠી નથી, છે મારો જમાણો હાથ … Read more

એવો વરસાદ થયો રે – રમેશ પારેખ

એક છોકરીની ત્વચા તળે એવો વરસાદ થયો, એવો વરસાદ થયો એવો વરસાદ થયો રે કે હોનારત થઉં થઉં થઉં થઉં થાય હેય, જેનાં નેવાં છલ્કાણાં તે બુઢ્ઢાઓ ડોળાને ઉટકવા મંડી પડ્યા રે હોય, જેની શેરી છલ્કાણી તે તરવૈયા અધકચરા ખાબકવા મંડી પડ્યા રે હેય, પછી પોતે છલ્કાણા છલ્કાણા એ જીવ ક્યાંક વહી જઉં વહી જઉં … Read more

error: Content is protected !!