ધાડ પડી છે – હરદ્વાર ગોસ્વામી

મંદિર અંદર રાડ પડી છે, ધર્મો કરતાં ધાડ પડી છે. એક શબ્દમાં, બીજો ગુપચુપ મારામાં બે ફાડ પડી છે. ખુલ્લા ખેતર જેવું જીવન, આખેઆખી વાડ પડી છે. મારું જંગલ ખોવાયું છે, એથી તો આ ત્રાડ પડી છે લે, તારું સરનામું આપું તું તો હાડોહાડ પડી છે. દરિયામાં વહુવારુ જેવી, નટખટ નદિયું પહાડ પડી છે કેમ … Read more

મળે જો – ભાવેશ ભટ્ટ

છું પેરવીમાં હું કોઈ અણસાર મળે જો, કૈ આજીજી કરવાનો અધિકાર મળે જો. દુનિયાની શીલામાંથી કોઈ શિલ્પ બનાવું, બસ એનાં વિરહનું મને ઓજાર મળે જો. પહેલાં તો તરત જીભને કાપી દઉં એની, બોલે છે ભીતરમાં એ કદી બ્હાર મળે જો. આ શ્વાસના રસ્તે પછી જાજમને બિછાવું, અધકચરા પ્રસંગોનો કશો સાર મળે જો. મારગમાં મળ્યા આભના … Read more

બિલકુલ નકામી હતી

દ્રષ્ટિ મારી સતત આભ સામી હતી થાય શું પાંખ બિલકુલ નકામી હતી બેઉ ખભે ફક્ત રામનામી હતી તોય વૈભવ હતો, જામોકામી હતી રોગ કે શત્રુની કઇં નથી વાત આ જાતને ઊગતી મેં જ ડામી હતી. વૃક્ષ તો એક પળમાં કપાઈ ગયું ને અસર તે છતાં દૂરગામી હતી ના કર્યું સ્મિત એણે, રુદન પણ નહીં ક્યાંક … Read more

આદમથી શેખાદમ સુધી

માનવીને આ જગત આદમથી શેખાદમ સુધી એ જ દોરંગી લડત આદમથી શેખાદમ સુધી એ ધરતી એ જ સાગર એ જ આકાશી કલા એ જ રંગીલી રમત આદમથી શેખાદમ સુધી રૂપનું રંગીન ગૌરવ પ્રેમનો લાચાર હાલ એ જ છે (લાગી શરત )આદમથી શેખાદમ સુધી મોતને શરણે થવામાં સાચવે છે રમ્યતા જિંદગીની આવડત આદમથી શેખાદમ સુધી ફૂલોમાં … Read more

સપનું કે સપનાનો ભ્રમ

મારી કુંવારી આંખોના સમ મારા સાયબા અંગઅંગ મળવાંને આડે છે ચાર માસ, અથરો ના થા જરા ખમ મારા સાયબા. મારી કુંવારી આંખોના સમ…… કુંવારા કાંડાનુ વેણ રાખ સાજણ તું કુંવારું કાંડા મચકોડ મા. કુંવારી વેદનાનું ભાન તને હોય નહીં, નજરુંને નજરુંથી જોડ મા. અરે! આટલી ઉતાવળ ન હોય જરા થમ…. મારી કુંવારી આંખોના સમ…. આંગણામાં … Read more

error: Content is protected !!