ચાલ પરણીએ – લલિત ત્રિવેદી

કોઈ કહે કે બબ્બે થાશું, કોઈ કહે કે અરધાં અરધાં ચાલ પરણીએ.પ્રથમ રાતની બત્તી જેવાં બની જશું કે ઝાંખાપાંખા, ચાલ પરણીએ. ભીની ઠંડી લહર વહેશે, શ્વાસ વહેશે ઊનાઊના, ચાલ પરણીએ.અંગો વચ્ચે હવા ભીંસાશે, સમયના થાશે પુર્ચેપુર્ચા, ચાલ પરણીએ. કમખામાથી રાત ખુલશે, તરસી તરસી મૂછ ઊઘડશે – રૂવેરૂવાંમાંતને સૂંઘશે રગરગ ભમરો, મને સૂંઘશે ફૂલડાં ફૂલડાં, ચાલ … Read more

તું આવશે ! – નલિની માડગાંવકર

તારાં ચુંબનોનાં અગણિત સ્પંદનો સંધ્યાના રંગમાં ફેલાય એ પહેલાં તું આવશે ! રાતરાણીના પ્રથમ સ્પર્શનો ઉન્માદ ફૂલ બનીને આંખ ખોલે એ પહેલા તું આવશે ! તારાં સ્વપ્નોનાં આલિંગન શિથિલ બને એ પહેલા તું આવશે ! પ્રતિક્ષાની ક્ષણેક્ષણ દરિયો બનીને છલકાય એ પહેલાં તું આવશે ! જો, આ સાંજની મહેકતી જૂઈ તારાં આગમનની વાત લઈ આવી … Read more

પંખી – મનીષ પરમાર

ચાંચમાં ખેતર લઈ ઊડી ગયું પંખી હવે, તણખલાનું ઘર લઈ ઊડી ગયું પંખી હવે, મેંય દાણાઓ નહીં ચણવા દીધાનો અફસોસ છે, ગોફણો, પથ્થર લઈ ઊડી ગયું પંખી હવે. આંગણે વરસાદ તો થંભી ગયો છે ક્યારનો, પાંખમાં ઝરમર લઈ ઊડી ગયું પંખી હવે. ડાળડાળોમાં હવે સોપો પડ્યો છે જ્યારથી, મ્હેકના અક્ષર લઈ ઊડી ગયું પંખી હવે. … Read more

ભીના સાદમાં – રતિલાલ ‘અનિલ

હા, તમે બોલ્યાં’તાં ભીના સાદમાં આપણે બંને હતાં વરસાદમાં શબ્દોમાથી શીળી ખુશ્બૂ આવતી, કેટલી ભીનપ હતી સંવાદમાં ! આખી સૃષ્ટિ સાવ ભિંજાતી હતી, કેમ રહીએ આપણે અપવાદમાં ! દોડતો ને બોલતો ભીનો પવન, આપણે પણ સાવ એવા નાદમાં! પીઠ પર ઝાપટ ભીની પડતી રહી, ભીની શાબાશી મળી’તી દાદમાં! ભીની ભોંયે આપણાં પગલાં હતાં, રહી જવાનાં … Read more

આપણો ઇતિહાસ – ચંદ્રેશ મકવાણા

ખૂબ અંધારું હતું ને માર્ગ પણ સૂનો હતો, ઠેસ ખાઈ ગ્યા ચરણ શું આંખોનો ગુનો હતો ? એટલે અવશેષ જેવુ કૈ બચ્યું નહીં આખરે, મ્હેલ એનો મીણ, ગોબર, લાખ ને રૂનો હતો. જ્યાં કદી રંગો હતા, રોનક હતી, ચિત્રો હતાં, ત્યાં હવે બસ પોપડા ને ક્ષયગ્રસ્ત ચૂનો હતો. ઓરડો ને ઓસરી ચૂતાં હતાં એ કારણે, … Read more

error: Content is protected !!